અમદાવાદના અટલબ્રિજનો કાચ તૂટતા મુલાકાતીઓ પર જોખમ
- રોજના હજારો મુલાકાતીઓ આ બ્રિજની મુલાકાત લેતા હોય છે
- ફરતે બેરીકેટ લગાવતા મોટી જાનહાની થતી અટકી ગઈ
- પહેલા પણ કાચમાં તિરાડ પડી હતી
અમદાવાદના અટલબ્રિજનો કાચ તૂટતા મુલાકાતીઓ પર જોખમ વધ્યુ છે. જેમાં અટલ બ્રિજના છેડે ગ્લાસ તૂટ્યો છે. તેમાં બ્રિજના ઉદ્ઘાટન સમયે ગ્લાસ તૂટ્યા બાદ એકવાર ફરી બ્રિજનો ગ્લાસ તૂટ્યો છે. જેમાં અટલ બ્રિજની ગ્લાસની કામગીરી પર સવાલ ઉઠયા છે. અટલબ્રિજ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને રોજના હજારો મુલાકાતીઓ આ બ્રિજની મુલાકાત લેતા હોય છે.
આ પણ વાંચો: ગુજરાત: કેન્દ્રીય જળ મંત્રી બન્યા બાદ સી.આર.પાટીલે કરી ખાસ અપીલ
ફરતે બેરીકેટ લગાવતા મોટી જાનહાની થતી અટકી ગઈ
ત્યારે એક ગંભીર સમાચાર મળી રહ્યાં છે કે,અટલબ્રિજના છેડે ગ્લાસ તૂટી જતા મુલાકાતીઓનું જોખમ વધ્યુ છે. તંત્રએ બાબતે હજી કોઈ સમારકામ પણ કરાયું નથી.બ્રિજ પર લાગેલા તૂટેલા ગ્લાસની કામગીરી થશે કે કેમ તે એક સવાલ છે. અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી અને સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલો દેશનો પહેલો ફૂટવેર બ્રિજ જે સૌને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે તે અટલ બ્રિજની મધ્યમાં ચાર મોટા કાચ લગાવવામાં આવ્યા હતા. જેમાંથી એક ગ્લાસ તૂટી ગયો છે.જોકે તેની ફરતે બેરીકેટ લગાવતા મોટી જાનહાની થતી અટકી ગઈ છે.
પહેલા પણ કાચમાં તિરાડ પડી હતી
અગાઉ અમદાવાદના અટલબ્રિજની વચ્ચોવચ લગાવવામાં આવેલ પારદર્શક કાચમાં તિરાડો પડતા તેને બદલી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે કાચની આસપાસ રેલિંગ કરી દેવામાં આવી હતી. સ્ટીલની રેલિંગ બનાવીને બ્રિજ પર રહેલ કાચ કવર કરી લેવામાં આવ્યા છે, જેથી કરીને કાચ ઉપરથી કોઈ પસાર ન થઈ શકે.બ્રિજ બન્યો તેની શરૂઆતમાં ચાર કાચ પૈકી એક કાચ તૂટી ગયો હતો, જોકે બાદમાં કાચને બદલી દેવામાં આવ્યો હતો.