ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: કેન્દ્રીય જળ મંત્રી બન્યા બાદ સી.આર.પાટીલે કરી ખાસ અપીલ

Text To Speech
  • પાટીલે કુદરતી જળસંગ્રહ કરવા લોકોને કરી અપીલ
  • વોટર હાર્વેસ્ટિંગ કરી જળસંગ્રહ કરવા અપીલ કરાઇ
  • સુરતમાં અપીલ બાદ લોકો જળસંગ્રહ કરવા પ્રેરાયા

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે લોકોને અપીલ કરી છે. જેમાં પાટીલે કુદરતી જળસંગ્રહ કરવા લોકોને અપીલ કરી છે. વોટર હાર્વેસ્ટિંગ કરી જળસંગ્રહ કરવા લોકોને જણાવ્યું છે. તેમાં સુરતમાં અપીલ બાદ લોકો જળસંગ્રહ કરવા પ્રેરાયા છે. તેમજ ભીમરાડ ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવાયો છે. તેમજ સી.આર.પાટીલના હસ્તે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મંત્રી બન્યા બાદ પ્રથમ વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. દેશમાં સુરતમાંથી વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટની શરૂઆત થઇ છે. જેમાં કેન્દ્રીય જળ મંત્રી બન્યા બાદ સી.આર.પાટીલે કુદરતી જળસંગ્રહ કરવા લોકોને અપીલ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા 

પર્યાવરણની જાળવણી થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ દ્વારા સૌપ્રથમ વખત જળ સંચય કાર્યક્રમ કરાયો છે. વોટર હાર્વેસ્ટિંગ કરી જળસંગ્રહ કરવા સી.આર.પાટીલે સુરતના કાર્યકરોને અપીલ કરી હતી. સુરતમાં આવી જને જળ સંચય કાર્યક્રમ યોજયો હતો,જેમાં તેમણે લોકોને જળસંગ્રહ કરવા પ્રેરણા કરી હતી,તો સુરતના ભીમરાડ ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવાયો છે. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ,સાથે સાથે જમીનમાં પાણીનું સ્તર વધે અને પર્યાવરણની જાળવણી થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

શુદ્ધ પાણીના સ્ત્રોતનું વ્યવસ્થિત આયોજન થવું જરૂરી છે

વિશ્વભરમાં વસ્તી વધારાની સાથે સાથે શુદ્ધ પાણીની જરૂરિયાતો પણ વધતી જાય છે અને મર્યાદિત શુદ્ધ પાણીના જથ્થા સામે આ સમસ્યા દિન-પ્રતિદિન ઘેરી બનતી જાય છે. આ સમસ્યાથી ભવિષ્યમાં કોઈપણ દેશ બાકાત રહેવાનો નથી. અત્યાર સુધીમાં બે વિશ્વ યુદ્ધો થયા તે જમીન અને સંપત્તિ માટે થયા પણ ત્રીજુ વિશ્વ યુદ્ધ થશે તો તે પાણી માટે અને પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે થશે. આ સમસ્યાને પહોચી વળવા માટે શુદ્ધ પાણીના સ્ત્રોતનું વ્યવસ્થિત આયોજન થવું જરૂરી છે.

Back to top button