બોલિવૂડ ન્યૂઝઃ કિંગ ખાન શાહરુખ ખાન હાલ ફિલ્મ પઠાનને લઈને સમાચારમાં છવાયેલો છે. પઠાનમાં શાહરુખની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જોવા મળશે. ફિલ્મનું ગીત બેશરમ રંગ હાલમાં જ રિલીઝ થયું જે ઘણું જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. પઠાનનું પહેલું ગીત બેશરમ રંગને દર્શકો ઘણું જ પસંદ કરી રહ્યાં છે, પરંતુ હવે આ ગીતના કારણે જ પઠાનને ટ્વિટર પર બૉઇકૉટ કરવામાં આવી રહ્યો છે.
કેમ બૉઇકૉટ થઈ રહી છે પઠાન?
પઠાનનું ગીત બેશરમ રંગની રિલીઝ બાદથી જ #BoycottPathaan ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ ટ્રેન્ડનું ખાસ કારણ એ છે કે ગીતમાં દીપિકા પાદુકોણનો ઓરેન્જ ડ્રેસ અને શાહરુખ ખાનની ગ્રીન શર્ટ. ઓરેન્જ અને ગ્રીનને ધર્મથી જોડીને અનેક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે દીપિકાને સેક્સી કપડાં અને ઈશારાથી હિન્દોને નગ્ન દેખાડવામાં આવી રહ્યાં છે. જ્યારે ગ્રીન શર્ટથી શાહરુખને આવી યુવતીઓનો ઉપયોગ કરનાર શખ્સ. તો દીપિકા અને શાહરુખના હાથોના જેશન પર પણ સવાલ ઉઠી રહ્યાં છે, જ્યાં તેઓ સલામ કરતા જોવા મળે છે. આ ઉપરાંત શાહરુખ અને દીપિકાના જૂનાં મુદ્દે પણ ટ્વીટ્સ થઈ રહ્યાં છે, જેમાં દીપિકાનો JNU વિવાદ પણ સામેલ છે.
સપોર્ટમાં આગળ આવ્યા ફેન્સ
એવું નથી કે સોશિયલ મીડિયા પર ફિલ્મનો માત્ર બૉઇકૉટ જ કરવામાં આવી રહ્યો છે. એક તરફ જ્યાં ફિલ્મને ટ્રોલ કરી રહ્યાં છે તો બીજી બાજુ શાહરુખ અને દીપિકાના ફેન્સ સપોર્ટમાં સામે આવ્યા છે. ફેન્સ દીપિકાના હોટ અંદાજની પ્રશંસા કરી રહ્યાં છે અને તેને હોલિવૂડથી પણ ઉત્કૃષ્ટ ગણાવવામાં આવી રહી છે. તો શાહરુખને આ ઉંમરે પણ જે ચાર્મ છે તેની ફેન્સ પ્રશંસા કરી રહ્યાં છે અને કમબેક ફિલ્મ માટે લોકો ઘણાં જ એક્સાઈટેડ હોવાનું કહી રહ્યાં છે. કેટલીક કોમેન્ટ્સમાં શાહરુખ અને દીપિકાના ફેન્સનું એવું કહેવું છેકે આ બોયકોટ પહેલેથી જ નિર્ધારિત હોય છે કે જેથી શાહરુખને બદનામ કરી શકાય.
જાન્યુઆરીમાં રિલીઝ થશે પઠાન
પઠાન ફિલ્મ 25 જાન્યુઆરીનાં રોજ રિલીઝ થઈ રહી છે.પઠાન એક પેન ઈન્ડિય ફિલ્મ છે, જે હિન્દીની સાથે અન્ય સાઉથની ભાષામાં પણ રિલીઝ થશે. ફિલ્મમાં દીપિકા અને શાહરુખ ઉપરાંત જોન જોવા મળશે. ફિલ્મમાં જોન અબ્રાહમ વિલન છે. થોડો સમય પહેલાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેને લોકોએ ઘણું જ પસંદ કર્યું હતું. ફિલ્મમાં જોરદાર એકશન જોવા મળશે, જેને લઈને દરેક લોકો ઉત્સુક છે. ટ્રેડ એનાલિસ્ટ્સને આશા છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે.