અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદના નિકોલમાં ચોરીનાં ત્રણ ટુ વ્હીલર સાથે ઈસમ ઝડપાયો

Text To Speech

અમદાવાદ, 30 મે, શહેરમાં વધતા જતા ક્રાઈમને નાથવા માટે લોકલ પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી પણ સતત એક્ટિવ રહે છે. જે પ્રમાણે નિકોલ અને કૃષ્ણનગર વિસ્તારમાંથી ટુ વ્હીલર ચોરીની ફરિયાદો મળતા ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પોલીસે કુલ ત્રણ ટુ વ્હીલર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. અને આ અંગે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

ચોરી કરાયેલા વાહનો ખુલ્લા પ્લોટમાં સંગ્રહ કરી રાખ્યા

છેલ્લા કેટલાક દેવસોથી બાઇક ચોરીના બનવોએ જોર પકડયું છે. ત્યારે પોલીસ પણ ચોરોને ઝડપી પાડવા એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ અમદાવાદ નિકોલનાં શુકન ચાર રસ્તા પાસે રહેતો આનંદ પારસનાથ તરમાનાથ યોગી જેણે અગાઉ ટુ વ્હીલર્સ બાઇકની ચોરી કરી છે. તેણે ચોરી કરાયેલા વાહન ખુલ્લા પ્લોટમાં સંગ્રહ કરી રાખ્યા છે. તેવી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. મળેલી બાતમીના આધારે વોચ ગોઠવતા શકુંતલા બગ્લોઝની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી પકડી પાડી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનને વધુ કાર્યવાહી કરવા માટે સોંપી દેવાયું હતું.

1 લાખની કિંમતના ત્રણ વાહન કર્યા ચોરી

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પકડાયેલો આરોપીની ઉંમર 20 વર્ષની છે. તે મૂળ ભીલવાડા રાજસ્થાનનો રહેવાસી છે. તેણે બે હોન્ડા ઍક્ટીવા અને એક પ્લેઝરની ચોરી કરી હતી. જેની કુલ કિંમત ₹1,00,000 થાય છે. પૂછપરછમાં આરોપીએ કહ્યું કે આ ટુ વ્હીલર વાહનો તેણે નિકોલના હર હર ગંગે ફ્લેટ પાસેથી ચોરી કર્યા છે. પોલીસ વાહન કબજે કરી વધુ તપાસ હાથ ધરી.

આ પણ વાંચો..બનાસકાંઠા : ડીસામાં જુગાર રમતા નવ ઇસમો ઝડપાયા

Back to top button