ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં જુગાર રમતા નવ ઇસમો ઝડપાયા

Text To Speech
  • પોલીસે 20,410 નો મુદ્દામાલ કબ્જે કર્યો

બનાસકાંઠા 29 મે 2024 : ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 9 શખ્સોને ડીસા શહેર દક્ષિણ પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે 20,410 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ડીસા દક્ષિણ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, ડીસા સેન્ટ ઝેવિયર્સ સ્કુલની સામે પાર્લરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમે છે. જેથી તે જગ્યાએ રેડ કરતા નવ ઈસમ તીન પત્તીનો જુગાર રમતા પકડાઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલા ઇસમો પાસેથી કુલ કિ.રૂ.૨૦૧૪૦/- ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલ ઇસમો

(૧) ઈરફાનભાઈ ઈસ્માઈલભાઈ જાતે.ઘાંચી, રહે. ડીસા વણજારાવાસ વ્હોળામાં

(૨) સાજન સુરેશભાઈ જાતે.માળી રહે. ડીસા ક્રિષ્ણાવીલા સોસાયટી

(૩) નારણભાઈ ભેમાજી જાતે.માજીરાણ રહે. વણજારાઆસ વ્હોળામાં ડીસા

(૪) નવિનકુમાર પુનમચંદ જાતે દરજી રહે. જુનાડીસા સંઘવીવાસ

(૫) પ્રકાશભાઈ મેવાજી જાતે દેવીપુજક રહે. ડીસા વણજારાવાસ વ્હોળામાં

(૬) જીતુભાઈ ત્રીકમલાલ જાતે મનવાળી(સિંઘી ઠક્કર) રહે પ્રિતમનગર સોસાયટી,ડીસા

(૭) આકાશ સુરેશભાઈ જાતે પઢિયાર(માળી)રહે, ડીસા પાટણ હાઈવે ક્રિષ્ણાવીલા સોસાયટી, ડીસા

(૮) પરષોત્તમભાઈ અલીલભાઈ જાતે દેવીપુજક, રહે આશાપુરા સોસાયટી ભાગ-૧ ડીસા

(૯) રાજુસિંગ અંપુજી જાતે ઠાકોર રહે ભોપાનગર બાવાવાસ ડીસા.

આ પણ વાંચો : CBIના નામે 250 લોકોને છેતર્યાઃ એપ્લિકેશનથી 700 કરોડનું ક્રીપ્ટો કરન્સી ટ્રાન્જેક્શન કર્યું

Back to top button