ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતથી બિહાર જતી હોળી સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ શરૂ, જાણો શું છે ટાઇમિંગ

મુંબઈ (મહારાષ્ટ્ર), 19 માર્ચ: તહેવાર દરમિયાન ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ આજથી ગુજરાતથી બિહાર જતી બે ટ્રેનોનું બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. એક ટ્રેન અમદાવાદ અને દાનાપુર વચ્ચે દોડશે જ્યારે બીજી સુરત અને બરૌની વચ્ચે દોડશે. જો તમે પણ હોળી દરમિયાન તમારા ઘરે જવાનું અથવા તમારા પરિવારને મળવાનું વિચારી રહ્યા છો, તો તમે આજથી આ બંને ટ્રેનમાં ટિકિટ બુક કરાવી શકો છો. આ માટે પશ્ચિમ રેલવેએ આ ટ્રેનોનો સમય પણ જાહેર કરી દીધો છે. આ ટ્રેન ઉપરાંત, પશ્ચિમ રેલવે વિશેષ ભાડા પર વિવિધ સ્થળો માટે 9 જોડી વિશેષ ટ્રેનો પણ ચલાવી રહી છે.

અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે. ટ્રેન નં. 09403 24 માર્ચ, 2024ને રવિવારના રોજ 07.20 કલાકે અમદાવાદથી ઉપડશે અને 25 માર્ચ, 2024 સોમવાના રોજ 19.30 કલાકે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09404, 25 માર્ચે દાનાપુરથી 22.30 કલાકે ઉપડશે અને 27 માર્ચે બુધવારના રોજ 10.15 કલાકે અમદાવાદ પહોંચશે.

અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન પણ આજે રવાના થશે

પશ્ચિમ રેલવે હોળી સ્પેશિયલ ઉધના-આરા-વલસાડ અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ દોડાવશે. ટ્રેન નંબર 09093, 19 માર્ચે મંગળવારના રોજ ઉધનાથી 23.55 કલાકે ઉપડશે અને 21 માર્ચે ગુરુવારના રોજ 01.30 કલાકે અરાહ પહોંચશે. ટ્રેન નંબર 09094, 21 માર્ચેના રોજ 03.30 કલાકે અરાહથી ઉપડશે અને 22 માર્ચ, 2024 શુક્રવારના રોજ 07.15 કલાકે વલસાડ પહોંચશે.

સુરત અને બરૌની વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડશે

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે સુરત અને બરૌની વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવશે. ટ્રેન નંબર 09053 શનિવારે એટલે 23 માર્ચ, 2024ના રોજ સુરતથી 08.05 કલાકે ઉપડશે અને 24 માર્ચ, 2024 રવિવારના રોજ 17.00 કલાકે બરૌની પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09054, 24 માર્ચે રવિવારના રોજ 20.00 કલાકે બરૌનીથી ઉપડશે અને મંગળવારે એટલે 26 માર્ચે 05.45 કલાકે સુરત પહોંચશે.

આજથી ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું

ટ્રેન નંબર 09403 અને ટ્રેન નંબર 09053 માટે મંગળવાર એટલે કે 19 માર્ચ 2024થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર બુકિંગ શરૂ થઈ ગયું છે. જો તમે હોળીમાં પોતાના કે સગા-સંબંધીના ઘરે જવાનું વિચારી રહ્યા છો તો બંને ટ્રેનો માટે તમારી ટિકિટ બુક કરાવી શકો છો.

આ  પણ વાંચો: ભારતીય રેલવે દ્વારા દોડાવાશે ગાંધીગ્રામ-ઓખા વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન

Back to top button