બોલિવૂડની હોટ અભિનેત્રી ઉર્વશી રૌતેલા રાજકારણમાં આવશે? કયા પક્ષે આપી ટિકિટ?
- ઉર્વશી રૌતેલા કોઈક ને કોઈક કારણસર ચર્ચાઓમાં રહે છે. હાલમાં તે તેની આગામી ફિલ્મ JNU માટે હેડલાઇન્સમાં છે અને તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. હવે તેણે રાજકારણમાં આવવાને લઈને મોટું નિવેદન આપ્યું છે.
22 માર્ચ, શુક્રવારઃ બોલિવૂડની હોટ અભિનેત્રી અને મૉડલ ઉર્વશી રૌતેલા કોઈક ને કોઈક કારણસર ચર્ચાઓમાં રહે છે. તેણે તાજેતરમાં 30મો જન્મદિવસ ઉજવ્યો હતો. તે જન્મદિવસ પર 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ કેક કાપીને લાઇમલાઇટમાં લાવી હતી. હાલમાં તે તેની આગામી ફિલ્મ JNU માટે હેડલાઇન્સમાં છે અને તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન અભિનેત્રીએ રાજકારણમાં આવવાને લઈને મોટું નિવેદન આપ્યું છે.
રાજનીતિમાં આવવા અંગે ઉર્વશીએ શું કહ્યું?
ઉર્વશી રૌતેલાએ આપેલા નિવેદન બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે પોતાની એક્ટિંગ કરિયર બાદ રાજકારણમાં પ્રવેશવાની છે. તેણે એવા સંકેત આપ્યા છે કે તે ટૂંક સમયમાં રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે. ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેને રાજકારણમાં એન્ટ્રીની ઓફર મળી છે એટલે કે તેને ચૂંટણી લડવા માટે ટિકિટની ઓફર કરવામાં આવી છે.
ઈન્ટરવ્યૂમાં જ્યારે ઉર્વશીને પૂછવામાં આવ્યું કે તેને રાજકારણમાં કેટલો રસ છે અને તે તેને કેટલું ફોલો કરે છે? તો અભિનેત્રીએ કહ્યું કે મને પહેલેથી જ ટિકિટ મળી ગઈ છે અને મારે હવે એ નક્કી કરવાનું છે કે મારે તેનો હિસ્સો બનવું છે કે નહીં? તેણે વધુમાં કહ્યું કે ચાહકો તેને કમેન્ટ કરીને જણાવે કે તેણે ચૂંટણી લડવી જોઈએ કે નહીં?
View this post on Instagram
ફેન્સે આપ્યા મજેદાર રિએક્શન્સ
ઉર્વશીના આ નિવેદનથી એક બાજુ ફેન્સ સરપ્રાઈઝ્ડ છે, તો કેટલાક લોકો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના રિએક્શન્સ આપી રહ્યા છે. ઉર્વશીનો આ વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે બોલિવૂડમાં તો કરિયર ન બન્યું તો હવે રાજકારણમાં શું બનશે? એક યૂઝરે લખ્યું, બહેન રહેવા દો, તમે જ્યાં છો ત્યાં જ રહો.
આ પણ વાંચોઃ વિવાદો વચ્ચે સિદ્ધુ મૂસેવાલાના પિતાની નવજાત પુત્ર સાથેની તસવીર ટાઈમ્સ સ્ક્વેર પર જોવા મળી