ટ્રેન્ડિંગમનોરંજન

કપિલના શોમાં સનીની વાતો સાંભળીને રડી પડ્યો બોબી દેઓલ, કહ્યું, ભાઈ મારા સુપરમેન

Text To Speech
  • ધર્મેન્દ્રએ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધૂમ મચાવી, જ્યારે સની દેઓલની ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી. ત્યારબાદ બોબી દેઓલે ‘એનિમલ’થી કમબેક કરીને ખૂબ લાઈમલાઈટ મેળવી

દેઓલ પરિવાર માટે વર્ષ 2023 સૌથી યાદગાર રહ્યું. ગયા વર્ષે, દેઓલ પરિવારના કલાકારોએ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર પોતાનો જાદુ ચલાવીને ઘણી પ્રશંસા મેળવી હતી. ધર્મેન્દ્રએ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધૂમ મચાવી, જ્યારે સની દેઓલની ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી. ત્યારબાદ બોબી દેઓલે ‘એનિમલ’થી કમબેક કરીને ખૂબ લાઈમલાઈટ મેળવી. ‘એનિમલ’માં તો તેના પાત્રના લોકો દિવાના થઈ ગયા.

ઘણી હેડલાઈન્સમાં રહ્યા બાદ હવે ફરી એકવાર દેઓલ ભાઈઓ સાથે જોવા મળી રહ્યા છે. સની અને બોબી દેઓલ નેટફ્લિક્સ પર કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના આગામી એપિસોડમાં મહેમાન તરીકે જોવા મળશે. શોના મેકર્સે મંગળવાર આગામી એપિસોડનો પ્રોમો રીલીઝ કર્યો છે, જેમાં કપિલ શર્મા અને તેની ટીમ સની અને બોબી સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે. ટ્રેલરમાં બંને ભાઈઓ તેમના પરિવાર વિશે વાત કરે છે, જેના પછી બંને ભાવુક થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

બોબીની આંખોમાં આવ્યા આંસુ

સની કહે છે કે અમે 1960 થી લાઈમલાઈટમાં છીએ… અમે ઘણા વર્ષોથી સતત પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ અમે સમજી શક્યા નહોતા કે કેટલીક વસ્તુઓ શા માટે થઈ રહી નથી. મારા દીકરાના લગ્ન થયા પછી, ત્યારબાદ ‘ગદર-2’ આવી, તે પહેલા પપ્પાની ‘રોકી ઓર રાની’ આવી. વિશ્વાસ થઈ રહ્યો નથી કે ભગવાને આટલું બધું આપ્યું, ત્યારબાદ ‘એનિમલ’ આવી, ફટ્ટે હી ચક દે. આ સાંભળીને બોબી દેઓલ ભાવુક થઈ ગયો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા.

બોબી દેઓલે પણ પોતાના ભાઈના વખાણ કર્યા અને કહ્યું કે મારા જીવનમાં જો કોઈ મજબૂત અને સુપરમેન હોય તો તે ભાઈ છે. બોબીની વાત સાંભળ્યા બાદ સની દેઓલ ખુદને બાહુબલી કહે છે. પ્રોમોમાં કૃષ્ણા, સુનીલ ગ્રોવર અને ટીમના અન્ય સભ્યો જોર જોરથી હસતા જોઈ શકાય છે. આ એપિસોડ નેટફ્લિક્સ પર આવતા શનિવારે, રાત્રે 8 વાગ્યે સ્ટ્રીમ થશે.

આ પણ વાંચોઃ રણબીર-આલિયા પોતાની લાડલી રાહા સાથે સુંદર પળો વિતાવતા દેખાયા, જુઓ વીડિયો

Back to top button