મુંબઈની BESTમાં મહિલાઓ માટે 50% છુટ; ભાજપ-શિવસેનાએ મહાયુતિનું ઘોષણાપત્ર જાહેર કર્યું

મુંબઈ: ભાજપ અને શિવસેનાએ રવિવારે BMC ચૂંટણી માટે મહાયુતિનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. ભાજપ અને શિવસેનાએ BMCમાં સત્તા મળ્યા બાદ મહિલાઓને બેસ્ટ બસના ભાડામાં 50 ટકા છૂટ આપવાનો વાયદો કર્યો છે. મુંબઈની બીએમસી ચૂંટણીમાં ભાજપ-શિવસેના સાથે રામદાસ આઠવલેની પાર્ટી પણ ગઠબંધનમાં સામેલ છે.
ભાજપે ઠાકરે બંધુઓના મરાઠી કાર્ડને નબળું પાડવા માટે અનેક મોટા વચનો કર્યા છે. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે મરાઠી ભાષાને મજબૂત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક અલગ મરાઠી વિભાગ, મરાઠી કલા કેન્દ્ર અને પ્રેક્ટિસ સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે.
મુંબઈમાં 15 જાન્યુઆરીએ મતદાન થશે અને 16 જાન્યુઆરીએ પરિણામો જાહેર થશે. મહાયુતિએ પોતાના ઘોષણાપત્રને “વચનનામા” નામ આપ્યું છે. ઘોષણાપત્રના પ્રથમ પેજ પર PM મોદી સાથે બાલ ઠાકરે અને આનંદ દિઘેની તસવીર છે. ઠાકરે ભાઈઓ પહેલેથી જ પોતાનું મેનિફેસ્ટો જાહેર કરી ચૂક્યા છે.
🔸 मुख्यमंत्री देवेंद्र फडणवीस यांच्या हस्ते बृहन्मुंबई महानगरपालिका निवडणुकीसाठी ‘भाजपा-महायुतीच्या वचननामा’चे प्रकाशन.
यावेळी उपमुख्यमंत्री एकनाथ शिंदे, केंद्रीय राज्यमंत्री रामदास आठवले, भाजपा राष्ट्रीय महासचिव विनोद तावडे, भाजपा मुंबई अध्यक्ष व आमदार अमित साटम,… pic.twitter.com/s7Zxihcpyv— @OfficeOfDevendra (@Devendra_Office) January 11, 2026
મહાયુતિ ઘોષણાપત્રના મુખ્ય મુદ્દાઓ:
- 2034 સુધીમાં મુંબઈને વિકસિત મહાનગર બનાવવાનું લક્ષ્ય.
- પાણી, BEST, બજારો, ઉદ્યોગ, પર્યટન અને સાંસ્કૃતિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
- આગામી પાંચ વર્ષમાં ગરગાઈ, પિંજલ અને દમણગંગા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાનું વચન.
- પર્યાવરણ સંરક્ષણ માટે ખાસ યોજનાઓ હેઠળ ₹17,000 કરોડનું બજેટ.
- BMC બજારોમાં માછલી વેચનારાઓ માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું વચન.
- BESTમાં મહિલાઓને 50% ડિસ્કાઉન્ટ આપવાનું વચન, જાહેર પરિવહનને મજબૂત બનાવશે.
- 2029 સુધીમાં BESTને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસ સેવામાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય.
- પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક અલગ વિભાગ બનાવવામાં આવશે.
રોહિંગ્યા–બાંગ્લાદેશી મુક્ત મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકા એટલે કે બીએમસી (BMC)ની ચૂંટણી માટે મહાયુતિએ મતદાનના માત્ર 4 દિવસ પહેલાં પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. આ ઘોષણાપત્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભારતીય રિપબ્લિકન પાર્ટી (આઠવલે)ના પ્રમુખ રામદાસ આઠવલેની હાજરીમાં જાહેર કરવામાં આવ્યું હતું.
ભાજપ-શિવસેનાની મહાયુતિએ પોતાના ઘોષણાપત્રમાં મુંબઈને રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓથી મુક્ત કરવાનો સંકલ્પ પુનરાવર્તિત કર્યો છે. શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે 2029 સુધી BESTને સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક બસ સેવામાં રૂપાંતરિત કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
આ સાથે BEST બસોની સંખ્યા 5 હજારથી વધારીને 10 હજાર કરવાની અને મહિલાઓને બસના ભાડામાં 50 ટકા છૂટ આપવાનો વાયદો પણ ઘોષણાપત્રમાં કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: “ઇતિહાસમાં દફન થઈ ગયા ગઝની અને ઔરંગઝેબ, ત્યાં જ ઉભું છે સોમનાથ”, સ્વાભિમાન પર્વમાં પીએમ મોદીએ કહ્યું











