ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

દિલ્હીના રસ્તાઓ પર બીજેપી નેતાએ ચલાવી બોટ! પાણી ભરાવા સામે અનોખો વિરોધ, જુઓ વીડિયો

Text To Speech
  • ભાજપના નેતાએ પાણી ભરાવાને લઈને દિલ્હી સરકાર અને PWD જવાબદાર ગણાવી 

નવી દિલ્હી, 28 જૂન: રાજધાની દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે દિલ્હીના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન ભાજપના નેતાએ પાણી ભરાવાને લઈને દિલ્હી સરકાર સામે પ્રતિકાત્મક વિરોધ કર્યો છે. ભાજપના કાઉન્સિલર રવિન્દર સિંહ નેગીએ વિનોદ નગર પાસે NH9 પર પ્લાસ્ટિકની એર બોટ ચલાવી હતી.

 

નાળાઓની સફાઈ કરવામાં આવી નથી: ભાજપ નેતા 

આ સાથે બીજેપી કાઉન્સિલરે કહ્યું કે, દિલ્હીમાં PWD હેઠળ આવનારી ગટરો ઓવરફ્લો થઈ રહી છે. દિલ્હી સરકાર અને PWDએ તેમની સફાઈ કરાવી નથી. જેના કારણે પાણીનો ભરાવો થયો છે. જો આ સફાઈ હજુ પણ કરવામાં નહીં આવે તો સમગ્ર વરસાદની સીઝન દરમિયાન દિલ્હીના લોકોને પાણી ભરાવાની સ્થિતિમાંથી પસાર થવું પડશે.

દિલ્હીમાં 3 કલાકમાં રેકોર્ડબ્રેક વરસાદ

શુક્રવારે દિલ્હીમાં ત્રણ કલાકમાં 150 MM વરસાદ નોંધાયો હતો, જે આ વર્ષે રાજધાનીમાં નોંધાયેલા સૌથી વધુ વરસાદમાંનો એક છે. ભારે વરસાદને કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દિલ્હીના સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં 228 મીમી વરસાદ નોંધાયો છે.

કયા-કયા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા?

દિલ્હીમાં કેટલાક કલાકોના વરસાદ બાદ તીન મૂર્તિ માર્ગ, મૂળચંદ, મિન્ટો રોડ, આનંદ વિહાર, મહરૌલી બદરપુર રોડ, મંડાવલી, ભીકાજી કામા પ્લેસ, મધુ વિહાર, પ્રગતિ મેદાન, મુનિરકા, ધૌલા કુઆ, મોતી બાગ અને આઈટીઓ સહિતના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. . અહીંથી પસાર થતા લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ જુઓ: દિલ્હીમાં વરસાદ વચ્ચે IGI એરપોર્ટ પર મોટી દુર્ઘટના, ટર્મિનલની છત ધરાશાયી થઈ

Back to top button