ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી બર્ગર કિંગ આઉટલેટમાં યુવકની ગોળી મારી હત્યા, વીડિયો આવ્યો સામે

Text To Speech

નવી દિલ્હી, 20 જૂન : દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં મંગળવારે સાંજે બર્ગર કિંગ આઉટલેટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જ્યાં 26 વર્ષીય યુવકને કેટલાક શખસોના જૂથ દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. ભયાનક ઘટના રેસ્ટોરન્ટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. જેમાં હુમલા સુધી અને તેના પછીની કરુણ ક્ષણો દર્શાવે છે.

વિડિયોમાં, બે હિટમેનમાંથી એક વેઈટર તરીકે દેખાય છે, જેણે યુવક પર પહેલા ગોળીબાર કર્યો હતો. જેની ઓળખ હરિયાણાના ઝજ્જરના અમન જૂન તરીકે થઈ હતી. સેકન્ડોમાં, ગ્રાહકો અને કર્મચારીઓ તેમના જીવ બચાવવાના પ્રયાસમાં બહાર દોડી આવ્યા હતા કારણ કે બે હિટમેનોએ યુવકને પોઈન્ટ-બ્લેન્ક રેન્જમાં ડઝનેક વખત ગોળી મારી હતી.

આ ઘટના અંગે કર્મચારીઓ અને પોલીસ અહેવાલો અનુસાર, ઘટનાઓનો ક્રમ એક મહિલા રેસ્ટોરન્ટમાં પ્રવેશી અને ટેબલ પર કબજો કરીને શરૂ થયો હતો. યુવાન થોડા સમય પછી તેની સાથે જોડાયો હતો. મહિલા તેમનો ઓર્ડર આપવા માટે કાઉન્ટર પર ગઈ, પછી તેઓ જમવાનું લઈને ટેબલ પર પાછી આવી હતી.

થોડી જ વારમાં બે માણસો – એક સફેદ શર્ટ અને બીજો લાલ ટીશર્ટ પહેરેલો – રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા હતા. તેઓએ જૂન અને મહિલાની પાછળના ટેબલ પર બેસતા પહેલા કાઉન્ટર પર ઓર્ડર આપ્યો હતો. નીચે બેસવાને બદલે, બંને માણસો અચાનક વળ્યા અને યુવાન ઉપર ગોળીબાર કરવા લાગ્યા હતા.

Back to top button