કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ભાજપના આગેવાન ડૉ.ભરત કાનાબારે પક્ષ પલટુઓ પર નિશાન સાધ્યું, ટ્વિટ કરી કહ્યું આવા લોકો માટે કાયદો જરૂરી

Text To Speech

ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે જવલંત વિજયી થયા બાદ ભાજપે ફરી એકવખત ગુજરાતમાં સરકાર બનાવી છે. ભાજપે વિધાનસભા 2022ની ચૂંટણીમાં 156 બેઠકો પર શાનદાર અને ઐતિહાસિક જીત મેળવી છે. ત્યારે હવે ભાજપની આ ઐતિહાસિક જીત બાદ અમરેલી ભાજપના આગેવાન ડૉ.ભરત કાનાબારે પક્ષ પલટુ ઉમેદવારો સામે રોષ  વ્યક્ત કર્યો છે. ડૉ ભરત કાનાબારે કહ્યું પક્ષપલટો કરનારા પાંચ વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે તેવો કાયદો જરૂરી છે. પક્ષ પલટુઓ ક્યારેય જીતે નહિ તેવી લોકો પ્રતિજ્ઞા લે એવી કરી પણ તેમણે અપીલ કરી છે.

અમરેલી ભાજપના આગેવાના ડૉ ભરત કાનાબારે  ટ્વીટ કરી પક્ષપલટુ નેતાઓ પર સવાલ ઉઠાવ્યા છે.  અમરેલી ભાજપના આગેવાના ડૉ ભરત કાનાબારે  ટ્વીટ કરી લખ્યું- લોકો ઉમેદવારને 5 વર્ષ માટે ચૂંટે છે પણ 5 દિવસની અંદર જ જેને બીજા પક્ષમાં જવાનો વિચાર આવે તે ઉમેદવાર ક્યારેય તે વિસ્તારમાંથી જીતે નહિ તેવી લોકો પ્રતિજ્ઞા કરે. પક્ષપલટો કરનાર 5 વર્ષ સુધી ચૂંટણી લડી ના શકે તેવો કાયદો નહિ આવે ત્યાં સુધી લોકોના ચુકાદા સાથે આવી ક્રૂર મજાક થતી રહેશે.

Back to top button