ઓડિશામાં લોકસભા અને વિધાનસભા બંનેમાં ભાજપ બહુમતી તરફ આગળ
- સત્તારૂઢ બીજુ જનતા દળ (બીજેડી), ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ
ભુવનેશ્વર, 4 જૂન: લોકસભા ચૂંટણીની મતગણતરી આજે મંગળવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે. ત્યારે જેમ-જેમ સમય જતો જાય છે તેમ-તેમ બેઠકોના ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે. આ દરમિયાન આપણે ઓડિશામાં વાત કરીએ તો ત્યાં લોકસભાની સાથે-સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં લોકસભાની કુલ 21 બેઠકો અને વિધાનસભાની 88 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. આ બેઠકો પર હાલની મતગણતરી દર્શાવે છે કે, ભાજપ લોકસભાની 16 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ અને બીજુ જનતા દલ પાસે 2-2 બેઠકો રહેલી છે. જ્યારે વિધાનસભાની બેઠકો પર ભાજપ 43, બીજુ જનતા દલ 24 અને કોંગ્રેસ 5 સીટો પર આગળ છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, ઓડિશાની બીજુ જનતા દળ (બીજેડી)ને ભાજપ લોકસભા અને વિધાનસભા બંનેમાં મ્હાત આપી રહી છે. મુખ્યમંત્રી નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ (બીજેડી)ને ઓડિશાની સત્તારૂઢ પાર્ટી કહેવામાં આવે છે. જેના હાથમાંથી હાલ બંને લોકસભા અને વિધાનસભા જતી હોય તેવી લાગી રહ્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયક ઓડિશામાં ચાર ટર્મથી શાસનમાં રહેલી છે, પરંતુ હાલના પરિણામોને જોતાં એવી સંભાવના રહેલી છે કે, આ વખતે તેઓ પોતાની ટર્મ ગુમાવશે.
લોકસભા અને વિધાનસભાની બેઠકો એકસાથે મતગણતરી
લોકસભાની કુલ 21 બેઠકોમાં ઘણી હાઇ-પ્રોફાઇલ બેઠકો છે, જેમાં સંબિત પાત્રા પૂરીથી અને ધર્મેન્દ્ર પ્રધાન સંબલપુરથી ચૂંટણી મેદાનમાં છે. ઓડિશાની 14 બેઠકોમાં આસ્કા, બાલાસોર, બરગઢ, બેરહમપુર, ભદ્રક, ભુવનેશ્વર, બોલાંગીર, કટક, ઢેંકનાલ, જગતસિંહપુર, જાજપુર, કાલાહાંડી, કંધમાલ, કેન્દ્રપારા, કેઓંઝર, કોરાપુટ, મયુરભંજ, નબરંગપુર, પુરી, સંબલપુર લોકસભા સીટનો સમાવેશ થાય છે. ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. રાજ્યમાં 88 વિધાનસભા બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે.
આ પણ જુઓ: મતગણતરીના દિવસે શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટ તૂટયો, નિફ્ટીને આંચકો