ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરાઃ ભાજપના કોર્પોરેટરની પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માંગ

Text To Speech

વડોદરા, 15 જૂન 2024,શહેરમાં ભાજપના કાઉન્સિલર નીતિન દોંગાએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી પૂર્વ ક્રિકેટર અને હાલના સાંસદ યુસુફ પઠાણ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરવા માગ કરી છે. યુસુફ પઠાણ દ્વારા પચાવી પાડવામાં આવેલા પ્લોટ બાબતે પાલિકા દ્વારા તા.6 જૂનના રોજ નોટિસ આપવામાં આવી હતી. ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ ઉગ્ર રજૂઆત કરી હતી કે, હું ભાજપના કોર્પોરેટર તરીકે નહીં, પરંતુ નાગરિક તરીકે વાત કરું છું. દરમિયાન વિપક્ષ નેતા અમી રાવતે આ બાબતે અત્યાર સુધી શા માટે ચલાવ્યું? તેવો સવાલ કર્યો હતો.

પ્લોટ પર કબજો કર્યો હતો જેને લઈ નોટિસ આપી
આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, સાંસદ યુસુફ પઠાણ તાંદલજા વિસ્તારમાં આવેલા પોતાના ઘરની બાજુમાં આવેલા પ્લોટની જે તે વખતે તેઓએ માંગણી કરેલી હતી. તે અનુસંધાને તે સમયે સ્થાયી સમિતિ અને સભા દ્વારા તેને જે તે કિંમતના આધારે મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં આ દરખાસ્ત અંગે સરકારમાં આ પ્લોટને નામંજૂર કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેઓએ આ પ્લોટ પર કબજો કર્યો હતો જેને લઈ અમે નોટિસ આપી છે. આ નોટિસ બાદ તેઓને શોર્ટ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ જો તેઓ દબાણ દૂર નહીં કરે તો કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

કોર્પોરેશનના પ્લોટમાં દબાણ કર્યાનો આક્ષેપ
તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીમાં ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરવા માટે ભાજપના કોર્પોરેટર દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપ્યું છે.તેઓએ કરેલા દબાણ પર કાર્યવાહી થાય તેવી માગ કરી છે. આ મામલે ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગાએ જણાવ્યું હતું કે, આ બાબતે મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે લેખિતમાં એક માંગણી કરી છે.તેઓ સાંસદ તરીકે ફોર્મ ભરતા એફિડેવિટમાં પણ આ કોર્પોરેશનનો પ્લોટ પોતાની માલિકીમાં બતાવ્યો છે. જો આ બંને બાબતો ખોટી હોય તો તેઓની સામે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કરવો જોઈએ.

આ પણ વાંચોઃમાણાવદરના MLA અરવિંદ લાડાણીએ અધિકારીને જમીન પર બેસાડી ખખડાવ્યા, વીડિયો વાયરલ

 

Back to top button