ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026: ભાજપે ગાંધીનગરના ઉમેદવારોની યાદી જાહેર કરી

Local Body Elections: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ આજે (10 એપ્રિલ 2026) પાટણ અને ગાંધીનગર જિલ્લાની પંચાયતો તથા નગરપાલિકાઓ માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગર જિલ્લા માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા માટે ભાજપની ઉમેદવારોની વિગતો

– ગાંધીનગર જિલ્લા પંચાયત: 27 ઉમેદવારો
– કલોલ તાલુકા પંચાયત: 22 ઉમેદવારો
– માણસા તાલુકા પંચાયત: 26 ઉમેદવારો
– દેહગામ તાલુકા પંચાયત: 28 ઉમેદવારો
– કલોલ નગરપાલિકા: 11 વોર્ડમાં 43 ઉમેદવારો
– દેહગામ નગરપાલિકા: 7 વોર્ડમાં 28 ઉમેદવારો

આ યાદીમાં ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. કેટલાક કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને પણ ટિકિટ મળી છે. જેમ કે, સાંતેજમાં રશ્મીબેન બચુજી ઠાકોર, ભોયાણા મોટીમાં રાજુબેન કાન્તિજી ઠાકોર.

જ્યારે કેટલાક વરિષ્ઠ અને બેઠક ધરાવતા નેતાઓને ટિકિટ નથી મળી. જેમ કે શિલ્પા પટેલ (ઇટાદરા)ની જગ્યાએ મહેશ આત્મારામ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત પરસબેન વિહોલા જેવા અન્ય નેતાઓને પણ ટિકિટ નથી મળી.

આ યાદી ભાજપની ચૂંટણી સમિતિના લાંબા મનોમંથન પછી તૈયાર કરવામાં આવી છે. પાર્ટી તબક્કાવાર વધુ જિલ્લાઓની યાદીઓ જાહેર કરવાની તૈયારીમાં છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 26 એપ્રિલે થવાની છે અને 28 એપ્રિલે મતગણતરી થશે.

આ પણ વાંચો: ડિસ્ચાર્જ બાદ પિતા સીધા પોલીસ સ્ટેશનમાં, બે બાળકીના મોત કેસમાં તપાસ તેજ

Back to top button