અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Biparjoy Update: રાજ્યના આ જીલ્લાઓની પાસે આવી રહ્યું છે વાવાઝોડું

Text To Speech

ચક્રવાત બિપરજોય ગંભીર વાવાઝોડું નબળું પડ્યું હોવા છતાં, હાલ 5 કિલોમીટરની ઝડપથી દરિયાકાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. ગુરુવારે સાંજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં લેન્ડફોલ થવાની સંભાવના છે, મોટા પ્રમાણમાં હવા હજુ પણ વાવાઝોડા, જોરદાર પવનો અને ભારે વરસાદ સાથે પ્રદેશને ત્રાટકી શકે છે. બુધવારે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

આ જીલ્લાથી  વાવાઝોડું આટલું દુર છે

cyclone

રાજ્યના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના આ જીલ્લાઓની પાસે વાવાઝોડું આવી રહ્યું છે ત્યારે તંત્રની શું તૈયારી છે તે જોવાનું રહેશે. ગુજરાતના દ્વારકા જીલ્લાથી વાવાઝોડું 290 કિ.મી દુર છે, પોરબંદરથી 350 કિ.મી તેમજ નલિયાથી ફક્ત 300 કિ.મી વાવાઝોડું દુર છે. વાવાઝોડું હવે જડપથી આગર વઘી રહ્યું છે ત્યારે લોકો પર સંકટના વાદળા હજી ક્યાં સુધી  રહેશે, કેટલી તબાહી મચાવશે અને તોફાન શાંત થયા બાદ સંકટ ટળશે કે નહીં તે પ્રશ્ન તંત્રના માથા પર સવાર રહેશે.

16 તેમજ 17 જૂન ગુજરાત પર આફત

વાવઝોડાનો ખતરો ગુજરાત પર આગામી 24 કલાક અતી ભારે છે. ત્યારે તંત્રની શું તૈયારી છે તે જોવાનું રહેશે. મનપાએ કન્ટ્રોલ રૂમથી આખા અમદાવાદ શહેર પર નજર રાખવામાં આવી રહી છે. 16 તેમજ 17 જૂન ગુજરાત પર આફત લાવી શકે છે એવું હવામાન વિભાગે જાહેર કર્યું છે.

આ પણ વાંચો: બનાસકાંઠા : 15 અને 16 જૂન બે દિવસ ભારે થી અતિભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વચ્ચે અંબાજીમાં રોપ વે રહેશે બંધ

Back to top button