ટ્રેન્ડિંગનેશનલ

માનવતાની છેલ્લી સીમા પણ તૂટી ગઈ! બેહોશ મહિલાને હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ આવી, પણ..?

બિહારઃ 26 જુલાઈ, 2025: Bihar Woman Raped in Ambulance: બિહારના ગયાજીમાં હોમગાર્ડની ભરતી માટે આવેલી મહિલા ઉમેદવાર પર દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. હકીકતમાં, બોધ ગયામાં BMP-3 ના રમતગમતના મેદાનમાં મહિલા હોમગાર્ડ્સની દોડની પરીક્ષાનું આયોજન કરાયું હતું. દોડતી વખતે, મહિલા ઉમેદવાર અચાનક બેભાન થઈ ગઈ અને જમીન પર પડી ગઈ. ત્યારબાદ ત્યાં હાજર લોકો એમ્બ્યુલન્સની મદદથી મહિલાને મગધ મેડિકલ હોસ્પિટલમાં લઈ ગયા.

મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ

મહિલાએ ડૉક્ટર અને પોલીસને જણાવ્યું કે, જ્યારે તે બેભાન હતી ત્યારે એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને ટેક્નિશિયને તેના પર દુષ્કર્મ કર્યો હતો. આ કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બંને આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી.

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસે આ મામલે માહિતી આપી કે, બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ પરિસ્થિતિ સ્પષ્ટ થશે. આ સાથે પોલીસે કહ્યું કે, આ મામલો ખૂબ જ ગંભીર છે. આમાં કોઈપણ પ્રકારની બેદરકારી રાખવામાં નહીં આવે. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મહિલા સુરક્ષા પર ઊભા થયા પ્રશ્નો

જણાવી દઈએ કે, મહિલા ઉમેદવાર ગયાજી જિલ્લાના ઇમામગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી હોવાનું કહેવાય છે. એમ્બ્યુલન્સ ડ્રાઇવર વિનય કુમાર અને ટેક્નિશિયન અજિત કુમારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી સીસીટીવી ફૂટેજ સહિત ઘણા પુરાવા એકઠા કર્યા છે. આ મામલો સામે આવ્યા બાદ, અન્ય મહિલા ઉમેદવારોએ સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

આ પણ વાંચોઃ માતાની હૂંફમાં ઘસઘસાટ ઊંઘી રહેલા ક્યુટ મદનિયાનો વીડિયો થયો વાયરલઃ જુઓ

આ પણ વાંચોઃ ઉત્તરાખંડ/ ધર્મ પરિવર્તનનો બીજો કિસ્સો, પાકિસ્તાન સાથે જોડાણ; રીવર્ટ ટુ ઇસ્લામ ગ્રુપ દ્વારા આ રીતે જાળ બિછાવી રહી છે

Back to top button