ટોપ ન્યૂઝવર્લ્ડ

ગ્રીસમાં મોટી દુર્ઘટના : ટ્રેન અને માલગાડી વચ્ચે ભયાનક અથડામણ, 26 લોકોના મોત, અનેક ઘાયલ

Text To Speech

ગ્રીસમાં આજે વહેલી સવારે બે ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 26 લોકોના મોત થયા છે જ્યારે 85 લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અકસ્માતમાં ફસાયેલા લોકોની રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ગ્રીસમાં અકસ્માત-humdekhengenews

ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો

ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. અને હજુ પણ મૃત્યુનો આંકડો વધવાની શક્યાતા રહેલી છે. આજે વહેલી સવારે ગ્રીસ માટે ગોઝારો દિવસ સાબિત થયો છે. ઉત્તર ગ્રીસમાં એક પેસેન્જર ટ્રેન અને એક માલગાડી વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમા 26 લોકોના મોત નિપજ્યા છે. તો બીજી બાજુ ઓછામાં ઓછા 85 લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. રેક્યુ ટીમે આ અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની અને તેમને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. અને આ ધુર્ઘટનાને પગલે હોસ્પિટલોમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.

ગ્રીસમાં અકસ્માત-humdekhengenews

એથેન્સ અને થેસાલોનિકી વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ

મળતી માહિતી અનુસાર રાજધાની એથેન્સ અને થેસાલોનિકી વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ છે. એથેન્સથી લગભગ 235 માઈલ ઉત્તરમાં ટેમ્પી પાસે એક પેસેન્જર ટ્રેન એક માલગાડી સાથે અથડાતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અંગે સ્થાનિક પોલીસે જણાવ્યું હતુ કે અકસ્માતને કારણે ઘણી બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી જેમાંથી 3 બોગીઓમાં આગ લાગી હતી.

આ પણ વાંચો : નવસારીના ડેપ્યુટી GST કમિશનરની મુશ્કેલીઓ વધશે, હાઈકોર્ટમાં હાજર રહેવાનો આદેશ

Back to top button