સોનાં-ચાંદીમાં મોટો ઝટકો! ચાંદી 6000 રૂપિયા તૂટી, જાણો નવા ભાવ

Big shock in gold and silver! : સોમવાર (13 એપ્રિલ 2026)ની સવારે સોનાં અને ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે બજારમાં ચિંતા અને ભયનું વાતાવરણ સર્જાયું છે. સવારના પ્રારંભિક ટ્રેડિંગમાં જ સોનાંના ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1100 રૂપિયા કરતા વધુ ઘટ્યા, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 6000 રૂપિયા કરતા વધુનો ઘટાડો નોંધાયો હતો. જોકે, પછીથી બજાર થોડું સ્થિર થતું પણ જોવા મળ્યું.
સવારના લગભગ 9:30 વાગ્યે સોનાંનો ભાવ 1,51,900 રૂપિયા આસપાસ નોંધાયો હતો, જ્યારે ચાંદી 2,38,486 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી નીચે આવી ગઈ હતી. શરૂઆતમાં સોનાં 1,51,457 રૂપિયા અને ચાંદી 2,37,190 રૂપિયા સુધી ગગડી ગઈ હતી. આ ગિરાવટ પાછળ આંતરરાષ્ટ્રીય સ્તરે બનેલી ઘટનાઓને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ગત સપ્તાહ દરમિયાન સોનાં અને ચાંદી બંનેમાં તેજી જોવા મળી હતી. ચાંદીના ભાવમાં આશરે 10000 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે સોનાંમાં 3800 રૂપિયાની વૃદ્ધિ નોંધાઈ હતી. પરંતુ હાલની ગિરાવટે રોકાણકારોને ચિંતામાં મૂકી દીધા છે.
રાજધાનીના બજારમાં સોનાંનો ભાવ લગભગ 1.55 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો હતો, જ્યારે ચાંદી 2.47 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી ગઈ હતી. હાલમાં વિવિધ શહેરોમાં પણ સોનાંના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના દરોમાં ફેરફાર જોવા મળ્યો છે.
વિશેષજ્ઞોના મતે, વૈશ્વિક તણાવ, તેલના ભાવમાં ફેરફાર અને વ્યાજ દરોની સ્થિતિ જેવા પરિબળો સોનાં-ચાંદીના ભાવને અસર કરે છે. મોંઘવારી અને વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં સોનાંને સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવે છે, પરંતુ ઊંચા વ્યાજ દરો તેની માંગને મર્યાદિત કરી શકે છે.
હાલમાં રોકાણકારો માટે પરિસ્થિતિ સંભાળી ને નિર્ણય લેવાની સલાહ આપવામાં આવી રહી છે, કારણ કે બજારમાં અનિશ્ચિતતા હજુ યથાવત છે.
આ પણ વાંચો : PHOTOS: 14 વર્ષ મોટા હીરો સાથે Liplock, લગ્ન કર્યા વગર જ બે બાળકોની માતા બની












