ભારત-ચીનની વાતચીતમાં રેર અર્થ મેગ્નેટ અંગે મોટા સમાચાર

નવી દિલ્હી, 28 જુલાઇ, 2025: ભારતીય ઉદ્યોગ જગતને રેર અર્થ મેગ્નેટની આયાતમાં કેટલીક રાહત મળવાની આશા છે. આ આશા ત્યારે જાગી છે જ્યારે વિદેશ મત્રી એસ. જયશંકરે 14 જૂને ચીનના વિદેશ મંત્રીની સાથે થયેલ બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. બેઠક સકારાત્મક વાતાવરણમાં ખતમ થઇ હતી, જેનાથી એવા સંકેતો મળી રહ્યા છે કે ભારત અને ચીન વચ્ચે આ સંવેદનશીલ મામલે હવે આગળ કોઇ પ્રગતિ થઇ શકે છે.
ઉદ્યોગ જગત આ વાતને લઇને આશા બંધાઇ છે કે ચીન દ્વાર રેર અર્થ મેટલ્સ પર મુકવામાં આવેલી પ્રતિબંધોમાં ઢીલ મુકવામાં આવી શકે છે, જેનાથી બારતની ઉત્પાદન અને ટેકનિકલ કંપનીઓે રાહત મળી શકે છે.
રેર અર્થ મેટલ્સ ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન અને હાઇ-ટેક ઉપકરણોના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતનો મોટો ભાગ હાલમાં ચીનથી આની આયાત કરે છે. આવી સ્થિતિમાં, આ વાતચીત બંને દેશો માટે આર્થિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ TCSના કર્મચારીઓને મોટો આંચકો, કરશે 12,000ની છટણી, જાણો શા માટે?












