
Gujarat News : સુરતમાં નાસીરનગર વિસ્તારમાં થયેલ ડિમોલિશનનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં આ ડિમોલિશનને ભૂતિયા ડિમોલિશન હોવાનું જણાવાયું હતું. ત્યારે આ ભૂતિયા ડિમોલિશનના આરોપ વચ્ચે સુરત મનપાએ જણાવ્યું છે કે, સમગ્ર કાર્યવાહી કાયદેસર રીતે કરવામાં આવી હતી અને તેમાં કોઈ કારણોસર પગલું લેવાયું નથી. આ મામલે મનપાએ કહ્યું કે, ડિમોલિશન ભૂતિયા નહીં હોવાનો કોર્પોરેશનને દાવો કર્યો છે.
સમગ્ર મામલાની વિગત અનુસાર, સુરતના નાસીરનગરમાં 30 મે અને 1 જૂનના ડિમોલિશનની કાર્યવાહી કરાઈ હતી. જેમાં 100થી વધુ મકાનોને તોડી પડાયા હતા. આ ડિમોલિશન કોની પરવાનગીથી થયું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જેમાં અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેઓ માત્ર ડીમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કામગીરી માટે સ્થળ પર ગયા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મનપાએ શાંતિ અને સુલેહ માટે પોલીસને જાણ કરી હતી
મનપાએ કહ્યું કે, અમે શાંતિ અને સુલેહ માટે પોલીસને જાણ કરી હતી. તેઓએ વધુમાં કહ્યું કે, કામગીરી દરમ્યાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને અગાઉથી જાણ કરાઈ હતી. ત્યારે બીજી બાજુ આશિષ નાયકે મીડિયા રિપોર્ટ્સ પર આક્ષેપ કરતા કહ્યું કે, મુદ્દાને ખોટી રીતે રજૂ કરાઈ રહ્યો છે. મીડિયા ખોટી રીતે મુદ્દાને ચગાવી રહી છે અને એકતરફી અહેવાલ રજૂ થઈ રહ્યા છે.
અધિકારીઓ હાલ માનસિક દબાણનો સામનો કરી રહ્યા છે
વધુમાં તેમણે કહ્યું કે, અધિકારીઓ હાલ માનસિક દબાણનો સામનો કરી રહ્યા છે અને તપાસ કમિટીને સંપૂર્ણ સહયોગ અપાઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા રચાયેલી તપાસ કમિટીએ ઘટનાસ્થળે હાજર કર્મચારીઓના નિવેદનો લેવાની શરૂઆત કરી છે. કર્મચારીઓએ દાવો કર્યો છે કે, તેઓ માત્ર ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કામગીરી માટે ગયા હતા. પરંતુ કેટલાક આરોપો અનુસાર, કાર્યવાહી પાછળ લાઈનદોરીનો વિવાદ પણ જોડાયેલો છે.
આ પણ વાંચો : મધ્યાહન ભોજન યોજના સંકટમાંઃ 38 લાખ બાળકોની થાળી ફિક્કી, સંચાલકો સ્વખર્ચે ચલાવી રહ્યા છે કેન્દ્ર












