આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ચીનનો અમેરિકાને અત્યાર સુધીનો મોટો ઝટકો, અમેરિકાના રોકાણને પરત ખેંચવાનું કર્યુ શરૂ

શાંઘાઇ, 23 એપ્રિલ, 2025: દુનિયાની બે મોટી આર્થિક સત્તાઓ વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ ટેરિફ વધારીને અમુક ચીજો સાથે 245 ટકા કરી છે. તેન સામે ચીન પણ નમવા માટે તૈયાર નથી. તેણે વિશ્વના દેશોને ચેતવણી આપી છે કે જો તેઓ ચીનના ભોગે અમેરિકાને સાથ આપશે તો તેમણે મોટી કિંમત ચૂકવવી પડશે. આ વચ્ચે ચીનમાં સરકારનું સમર્થન કરનારા ફંડે અમેરિકામાં પ્રાયવેટ ઇક્વિટી ફંડ્જમાં નવુ રોકાણ કરવાનું બંદ કરી દીધુ છે. સાથે જ જૂના રોકાણને પાછુ ખેંચી લેવાની પણ ઘોષણા કરી છે. ચીનની સરકારી રોકાણ કંપનીઓએ અમેરિકી કંપનીમાં અબજો ડોલરનું રોકાણ કર્યુ છે.

પીઇ એક્ઝિક્યુટીવ્સનું માનીએ તો ચાઇના ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (સીઆઇસી) જેવા ફંડોએ અમેરિકામાં પોતાના રોકાણને પાછુ ખેંચવાનું શરૂ કરી દીધુ છે. સીઆઇસીની ક્યારેક બ્લેકસ્ટોનમાં હિસ્સેદારી હતી જે તેણે 2018મા વેચી દીધી હતી. ચીનના રોકાણકાર યુએસ સાથે જોડાયેલા સોદાથી દૂર રહે છે એટલુ જ નહી તેઓએ નોન યૂઝ બેઝ્ડ ફંડોથી પણ અંતર રાખ્યુ છે.

મંદીનો ભય

તે સ્પષ્ટ છે કે અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ આગલા સ્તરે પહોંચી ગયું છે. જો આ તણાવ વધશે તો ચીન યુએસ ગવર્નમેન્ટ બોન્ડમાંના રોકાણ પણ પાછા ખેંચી શકે છે. જાપાન પછી અમેરિકાના સરકારી બોન્ડ્સમાં ચીનનો સૌથી મોટા રોકાણમાં બીજો ક્રમ છે. ડેટા અનુસાર, યુએસ સરકારી બોન્ડ્સમાં ચીનનું રોકાણ 759 અબજ ડોલર છે.

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આખી દુનિયા મંદીની ઝપેટમાં આવી શકે છે. ઉપરાંત, આનાથી મોંઘવારી પણ નિયંત્રણ બહાર જઈ શકે છે. ચીન અમેરિકા માટે બીજા નંબરનું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર છે જ્યારે અમેરિકા ચીન માટે સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. ગયા સપ્તાહે , સમાચાર આવ્યા હતા કે અમેરિકા તેના વેપાર ભાગીદારો પર ચીન સાથેના વેપારને મર્યાદિત કરવા દબાણ કરી શકે છે. જેના જવાબમાં ચીને આ દેશોને ગંભીર પરિણામોની ધમકી આપી છે.

આ પણ વાંચોઃ મનમોહનથી લઇને મોદી સરકાર સુધી, જાણો 18 વર્ષમાં સોનાનો ભાવ ક્યાંથી ક્યાં પહોંચ્યો

Back to top button