Petrol-Diesel: સરકારનો પેટ્રોલ અને ડીઝલ પર મોટો નિર્ણય, સામાન્ય નાગરિકોને મોટી રાહત

tax on petrol and diesel reduced: ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલ પર વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડીને ₹3 પ્રતિ લિટર કરી છે, જ્યારે ડીઝલ પરની આ ડ્યૂટી સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે. અગાઉ પેટ્રોલ પર ₹13 અને ડીઝલ પર ₹10 પ્રતિ લિટર ડ્યૂટી લાગતી હતી.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય કાચા તેલના બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સપ્લાય ચેઇન પર પણ દબાણ વધ્યું છે, જેના કારણે ઇંધણના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તાજેતરમાં નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. કંપની દેશભરમાં 7000થી વધુ પેટ્રોલ પંપ ચલાવે છે. ડીલરોએ આ વધારો અંગે ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે તેના કારણે માંગ પર અસર પડી શકે છે.
સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને થોડોક રાહત મળવાની શક્યતા છે, પરંતુ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર ભાવ સ્થિર રાખવાનો દબાણ વધશે. ખાસ કરીને ત્યારે જ્યારે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ ઊંચા રહે છે.
અહેવાલ મુજબ, પશ્ચિમ એશિયામાં તણાવ અને કાચા તેલના ભાવમાં તેજી ભારત જેવા આયાત આધારિત દેશ માટે ચિંતાનો વિષય છે. સરકાર દ્વારા ટેક્સ ઘટાડીને મોંઘવારીને કાબૂમાં રાખવાનો અને જનતાને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઊંચા જ રહેશે, તો ભવિષ્યમાં ફરી ભાવવધારો થઈ શકે છે.
આ પણ વાંચો : ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા મતદારોને જાગૃત કરવા મોટું અભિયાન












