ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

HDFC બેંકને મોટો ઝટકો! ચેરમેન અતનુ ચક્રવર્તીએ અચાનક રાજીનામું આપ્યું

HDFC Chairman Atanu Chakraborty suddenly resigns: દેશના સૌથી મોટા ખાનગી બેંકોમાંના એક એચડીએફસી બેંકમાં મોટી હલચલ મચી ગઈ છે. બેંકના પાર્ટ-ટાઈમ ચેરમેન અને ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર અતનુ ચક્રવર્તીએ તાત્કાલિક અસરથી પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. 18 માર્ચે આપવામાં આવેલા આ રાજીનામાએ બેન્કિંગ ક્ષેત્રમાં અનેક સવાલો ઉભા કરી દીધા છે, ખાસ કરીને જ્યારે તેમણે પોતાના નિર્ણય પાછળ નૈતિક કારણોનો ઉલ્લેખ કર્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાજીનામું આપવાનું કારણ

અતનુ ચક્રવર્તીએ પોતાના રાજીનામાના પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે છેલ્લા બે વર્ષમાં બેંકની અંદર કેટલીક એવી પ્રવૃત્તિઓ અને કામગીરી જોવા મળી છે, જે તેમના વ્યક્તિગત મૂલ્યો અને નૈતિકતા સાથે સુસંગત નથી. આ જ કારણે તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમના રાજીનામા પાછળ કોઈ અન્ય મોટું કારણ નથી.

નવા અંતરિમ ચેરમેનની નિમણૂક

રાજીનામા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એચડીએફસી બેંકના પ્રસ્તાવને મંજૂરી આપીને કેકી મિસ્ત્રીને 19 માર્ચથી આગામી ત્રણ મહિના માટે અંતરિમ પાર્ટ-ટાઈમ ચેરમેન તરીકે નિમણૂક કરી છે. હવે તેમની જવાબદારી રહેશે કે આ ટ્રાન્ઝિશન પીરિયડમાં બેંકના કાર્યોને સ્થિર રાખવા.

મર્જરના સમયે નિભાવી અહમ ભૂમિકા

અતનુ ચક્રવર્તીએ 2021માં બેંકના બોર્ડમાં જોડાયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ એચડીએફસી બેંક અને એચડીએફસી લિમિટેડ વચ્ચે ઐતિહાસિક મર્જર થયું હતું, જેના કારણે બેંક દેશની બીજી સૌથી મોટી બેંક બની ગઈ હતી. જોકે તેમણે પોતાના પત્રમાં એ પણ જણાવ્યું કે આ મર્જરના સંપૂર્ણ લાભ હજુ સામે આવવાના બાકી છે.

શેરબજાર પર અસર

રાજીનામાની ખબર બાદ એચડીએફસી બેંકના અમેરિકન ડિપોઝિટરી રિસીપ્ટ્સ (ADRs)માં લગભગ 3% નો ઘટાડો નોંધાયો છે. આનાથી રોકાણકારોમાં ચિંતા વધી છે કે આખરે બેંકની અંદર એવું શું બન્યું કે ચેરમેનને આ પગલું ભરવું પડ્યું.

બેંકની સ્થિતિ હજુ મજબૂત આ તમામ ઘટનાઓ વચ્ચે પણ બેંકનું નાણાકીય પ્રદર્શન મજબૂત રહ્યું છે. વિત્તીય વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં બેંકનો નફો 11.5% વધીને 18,654 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII)માં પણ સારો વધારો નોંધાયો છે, જે બેંકની મજબૂત આધારભૂત સ્થિતિ દર્શાવે છે.

આ પણ વાંચો : તોફાની પવન અને વાવાઝોડાના કારણે 150 થાંભલા પડ્યા, 16 ગામોમાં અંધારુ છવાયું

Back to top button