ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાંઃ નાયબમુખ્યમંત્રી સહિત સચિવોને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા સૂચના

Bhupendra Patel government in action: ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત, વલસાડ અને નવસારી સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મંત્રીઓ અને વરિષ્ઠ સચિવોને તાત્કાલિક સ્થળ પર પહોંચવાના નિર્દેશ આપ્યા છે.
મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, તેમજ સચિવો રેમ્યા મોહન અને આલોક પાંડેને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જઈ સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી રાહત અને બચાવ કામગીરીની દેખરેખ રાખવા સૂચના આપી છે.
રેડ એલર્ટ (અતિભારે વરસાદ): જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપી
ઓરેન્જ એલર્ટ (ભારે વરસાદ): બાકીના તમામ જિલ્લાઓમાં
હવામાન વિભાગે 27 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં તો પૂર અને જળબંબાકારની સ્થિતિ વધુ વિકટ બની છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં પણ ખાસ સૂચના
હવામાન વિભાગ દ્વારા જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે તમામ જિલ્લાઓમાં પણ પ્રભારી સચિવોને તાત્કાલિક પહોંચીને પરિસ્થિતિની સતત સમીક્ષા કરવા અને જરૂરી કામગીરી સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે.
ઉમરગામમાં બે કલાકમાં 7.20 ઇંચ વરસાદ
23 જુલાઈ 2026ના રોજ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 108 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.
સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 7.20 ઇંચ નોંધાયો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
અન્ય વધુ વરસાદ નોંધાયેલા તાલુકાઓ:
-
ઉમરપાડા (સુરત): 5.12 ઇંચ
-
પારડી (વલસાડ): 3.70 ઇંચ
-
કપરાડા (વલસાડ): 3.31 ઇંચ
-
નાનાપોંઢા (વલસાડ): 3.27 ઇંચ
રાજ્ય સરકાર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત અને બચાવ ટીમોને પણ સજ્જ રાખવામાં આવી છે.
આ પણ વાંચો : SBI PO Prelims 2026: એડમિટ કાર્ડ જાહેર, પરીક્ષા કેન્દ્રે શું લઈને જવું તે જાણો












