ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભોપાલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ઈમેલ મળતાં જ વિમાનોનું ચેકિંગ; FIR દાખલ

Text To Speech
  • ઓથોરિટીની ફરિયાદના આધારે ગાંધીનગર પોલીસે કલમ 507 અને એરક્રાફ્ટ એક્ટ હેઠળ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી 

ભોપાલ, 30 એપ્રિલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે. ઈમેલમાં ભોપાલ એરપોર્ટ તેમજ દેશના અન્ય એરપોર્ટ પર વિમાનોને બોમ્બમારો કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ઓથોરિટીની ફરિયાદના આધારે ગાંધીનગર પોલીસે આ મામલે FIR નોંધી છે. કલમ 507 અને એરક્રાફ્ટ એક્ટ હેઠળ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

ભોપાલના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન-IV) સુંદર સિંહ કનેશે જણાવ્યું હતું કે, “ભોપાલ એરપોર્ટ અધિકારીઓની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 507 (ગુનાહિત ધમકી) અને એરક્રાફ્ટ (સુરક્ષા) નિયમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.” તેમજ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસએ જણાવ્યું હતું કે, “ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવામાં સામેલ લોકોને પકડવાના પ્રયાસો ચાલુ છે.”

નાગપુર એરપોર્ટ પર પણ ધમકી આપી હતી

અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, ઈમેલ મળ્યા બાદ અહીંના એરપોર્ટ પર વિમાનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ સિવાય મહારાષ્ટ્રના નાગપુર એરપોર્ટ પર ધમકી મળ્યા બાદ સુરક્ષાકર્મીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સાવચેતીના પગલા તરીકે એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.  દેશના કેટલાક અન્ય એરપોર્ટ પર પણ આવા જ ધમકીભર્યા ઈમેલ મળ્યા છે.

આ પણ જુઓ: કોવિડની રસી એસ્ટ્રાજેનેકા જોખમી હોવાનું યુકેની કંપનીની કોર્ટમાં કબૂલાત

Back to top button