ગુજરાત

ભાવનગરઃ શિહોરમાં 200 લોકોને ફુડ પોઈઝનિંગ, અસરગ્રસ્તોમાં મોટા ભાગે બાળકો; છાસ-પીવાના પાણીના કારણે થઈ અસર

Text To Speech

ભાવનગરના શિહોરમાં ખોરાકી ઝેરની અસરથી લગભગ 200 લોકોને અસર થઈ છે. અસરગ્રસ્ત થયેલા તમામ લોકોને શિહોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભાવનગરના શિહોરમાં ફુડ પોઈઝનિંગથી 200ને ઝાડા ઉલટીની અસર જોવા મળી છે. મળતી માહિતી મુજબ છાસ અને પીવાના પાણીને કારણે ફુડ પોઈઝનિંગ અસર થઈ હોવાનું સામે આવ્યું છે. આ અસરગ્રસ્તોમાં મોટાભાગના બાળકો છે. ત્યારે તમામ લોકોને સારવાર માટે શિહોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે 200 લોકોને એક સાથે ખોરાકી ઝેરની અસર થતાં શિહોરની હોસ્પિટલમાં પણ ભારે ભીડ ઉમટી પડી છે. તો આ ઘટનાને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી છે. તો પાણી અને છાસને સેમ્પલ લઈ તેને પણ લેબોરેટરી ખાતે મોકલી દેવાયા છે.

Back to top button