નવા વર્ષે બંગાળને મળશે મોટી ગિફ્ટ, આ રૂટ પર ચાલશે વંદે ભારત સ્લીપર ટ્રેન

- લાંબી રાહ જોયા પછી આખરે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે એક મોટી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે
HD ન્યુઝ ડેસ્કઃ ભારતીય રેલ્વે ફરી એકવાર ઈતિહાસ રચવા જઈ રહી છે. જેમ વંદે ભારત એક્સપ્રેસે દિવસની મુસાફરીને બદલી નાખી, તેવી જ રીતે હવે રાત્રિની મુસાફરીને સંપૂર્ણપણે હાઇટેક અને વૈભવી અનુભવમાં પરિવર્તિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. લાંબી રાહ જોયા પછી આખરે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન Vande Bharat sleeper train અંગે એક મોટી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવા વર્ષના પહેલા દિવસે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી કે આ મેગા પ્રોજેક્ટનું ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન પૂર્ણ થઈ ગયું છે અને મુસાફરોને ટૂંક સમયમાં તેનો લાભ મળશે.
આ માર્ગથી થશે એક ઐતિહાસિક શરૂઆત
રેલ મંત્રીના જણાવ્યા મુજબ, પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટી અને કોલકાતા (હાવડા) વચ્ચે દોડશે. આ રૂટ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે ઉત્તરપૂર્વ ભારત અને દેશના મુખ્ય શહેરો વચ્ચે ઝડપી, સલામત અને આરામદાયક કનેક્ટિવિટી પ્રદાન કરશે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ફક્ત ભારતીય રેલ્વે માટે નવી ટ્રેન નથી, પરંતુ સ્વદેશી ટેકનોલોજી અને આધુનિક એન્જિનિયરિંગની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.
#WATCH | Delhi: Railways Minister Ashwini Vaishnaw says, “The complete testing and certification of the Vande Bharat sleeper train has been completed. Its first route is proposed to be Guwahati–Kolkata. Prime Minister Narendra Modi will flag off the first Vande Bharat sleeper… pic.twitter.com/p2tKGBDRD8
— ANI (@ANI) January 1, 2026
રાતની મુસાફરી હવે લક્ઝરી બનશે
વંદે ભારત સ્લીપર ખાસ કરીને લાંબા અંતરની રાત્રિ મુસાફરી માટે બનાવવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરોને એવો અનુભવ થશે જે અગાઉ ફ્લાઇટ્સ અથવા ફાઇવ-સ્ટાર હોટલ સુધી મર્યાદિત હતો. મસ્ત કુશનિંગ વાળા આરામદાયક બેડ, આંચકા-મુક્ત સવારી, ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, સેન્સર-આધારિત લાઇટિંગ અને આધુનિક વેક્યુમ ટોઇલેટ તેને પરંપરાગત ટ્રેનોથી અલગ બનાવશે. આ ટ્રેન સલામતીની દ્રષ્ટિએ પણ અપવાદરૂપ છે. તેમાં સ્વદેશી કવચ સુરક્ષા પ્રણાલી લગાવવામાં આવી છે, જે ટક્કર જેવી ઘટનાઓની આશંકાને લગભગ ખતમ કરી દેશે.
ફ્લાઈટ્સ કરતા પણ સસ્તુ ભાડું
આ ટ્રેનનું સૌથી મોટું આકર્ષણ તેનું ભાડું માનવામાં આવે છે. રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું કે ગુવાહાટી-કોલકાતા રૂટ પર ફ્લાઇટનું ભાડું સામાન્ય રીતે ₹6,000 થી ₹8,000 અને ક્યારેક ₹10,000 સુધીનું હોય છે, પરંતુ વંદે ભારત સ્લીપરનું ભાડું એકદમ સસ્તું હશે. પ્રસ્તાવિત ભાડા મુજબ 3AC ભાડુ લગભગ ₹2,300, 2AC લગભગ ₹3,000 અને ફર્સ્ટ AC લગભગ ₹3,600 હોઈ શકે છે, એ પણ ભોજન સાથે.
સુવિધા આગળના રૂટ પર પણ ઉપલબ્ધ રહેશે
ગુવાહાટી-કોલકાતા રૂટ પર સફળ લોન્ચિંગ પછી રેલ્વે દિલ્હી-મુંબઈ, દિલ્હી-પટણા જેવા અન્ય મુખ્ય રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેનો શરૂ કરવાની યોજના ધરાવે છે.
આ પણ વાંચોઃ નવા વર્ષમાં સિગારેટ પીવી થશે વધુ મોંઘી, સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો












