ટ્રેન્ડિંગસ્પોર્ટસ

World Cup 2023ની સેમીફાઈનલની ટિકિટની કિમતને લઇને બંગાળ ક્રિકેટ એસોસિએશનએ કરી જાહેરાત

World cup 2023 :  ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ 2023ને લઈને ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.5 ઓકટોબરથી શરુ થનાર વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ ટિકિટને કિમત જાહેર કરવામાં આવી છે. સેમીફાઈનલની ટિકિટની કિમતને લઈને બંગાળ ક્રિકેટ એસોસિએશને જાહેર કરીમ છે.

16 નવેમ્બરએ યોજાશે સેમીફાઈનલ

વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ સેમિફાઈનલએ કોલકાતાના ઈડન ગાર્ડનમાં 16 નવેમ્બરએ યોજવા જઈ રહી છે.

બંગાળ ક્રિકેટ એસોસિએશન સોમવારે કરી જાહેર

બંગાળ ક્રિકેટ એસોસિએશનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈડન ગાર્ડન્સમાં યોજાનારી વર્લ્ડ કપ સેમીફાઈનલ અને ભારત-આફ્રિકા મેચની ટિકિટની કિંમત રૂ. 900થી રૂ. 3,000 વચ્ચે હશે. 900 ટિકિટ અપર ટાયર માટે હશે, જ્યારે B, L બ્લોક ટિકિટની કિંમત 3000 રૂપિયા હશે. અન્ય બે સંપ્રદાયો બે મેચ માટે રૂ. 1500 (ડી, એચ બ્લોક) અને રૂ. 2500 (સી, કે બ્લોક) હશે.

કોલકાતાના ઈડન ગાર્ડનમાં છે 63500 દર્શકોની છે ક્ષમતા

વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ-1 જયારે કોલકતાના ઈડન ગાર્ડનમાં રમાશે. જયારે આ ગ્રાઉન્ડ ની ક્ષમતા 63500ની બેઠક ક્ષમતા છે. અહીં વર્લ્ડ કપની કુલ 5 મેચ રમાશે. અહીં બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે રમાનારી મેચની ટિકિટ સૌથી સસ્તી હશે. આ મેચ જોવા માટે ચાહકોએ 650 રૂપિયા (ઉપલા સ્તર) થી 1500 રૂપિયા (બી, સી, કે, એલ બ્લોક) ચૂકવવા પડશે. મેચમાં ડી અને એચ બ્લોક માટે 1000 રૂપિયાની ટિકિટ હશે. પાકિસ્તાનને આ મેદાન પર ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે બે મેચ રમવાની છે. આ બંને મેચોની ટિકિટ રૂ.800 (અપર ટાયર), રૂ.1200 (ડી, એચ બ્લોક), રૂ.2000 (સી, કે બ્લોક) અને રૂ.2200 (બી, એલ બ્લોક) હશે.

ભારત અને પાકિસ્તાન મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં રમાશે

આ વર્લ્ડ કપ મેચમાં સૌથી રોમાંચક મુકાબલો ભારત અને પાકિસ્તાનનો બની રહશે.જે મેચ  15 ઓક્ટોમ્બરએ નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં રમાશે.આ વર્લ્ડ કપમાં પ્રથમ મેચ  8 ઓક્ટોબરે રમશે. જેમાં ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ પછી 11મીએ ટીમ ઈન્ડિયાનો દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે મુકાબલો થશે.

આ 10 જગ્યાએ રમાશે મેચ

1.Narendra Modi Stadium

2.Rajiv Gandhi International Stadium

3.Himachal Pradesh Cricket Association Stadium

4.Arun Jaitley Stadium

5.MA Chidambaram Stadium

6.Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium

7.Maharashtra Cricket Association Stadium

8.M.Chinnaswamy Stadium

9.Wankhede Stadium

10.Eden Gardens

ફાઈનલ રમશે 19 નવેમ્બર રમાશે

વર્લ્ડ કપ સેમીફાઈનલ મેચ-1એ 15 નવેમ્બરએ જયારે સેમીફાઈનલ મેચ-2એ 16 નવેમ્બર રમાશે.અને વર્લ્ડ કપ ફાઈનલ મેચ-1એ 19 નવેમ્બરએ રમાશે.

આ પણ વાંચો : ભારતની નવી જર્સી જોઇને ભડક્યા લોકો,કહ્યું યે કયા હે

Back to top button