અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ પોલીસ કમિશ્નરે એકસાથે 62 PIની બદલી કરી નાંખી

Text To Speech

અમદાવાદ, 8 માર્ચ 2024, શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની રાહ જોવાઇ રહી હતી. તેમાં આજે શહેર પોલીસ કમિશનર દ્વારા એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટની બદલી કરી દેવામાં આવી છે. જેમાં ખાલી પડેલા પોલીસ સ્ટેશન જે ઇન્ચાર્જથી ચાલતા હતા તેની સાથે જે પોલીસ ઇન્સ્પેક્ટર વેઇટિંગમાં હતા તેમને પણ નિમણૂક આપવામાં આવી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે.આ વખતે બદલીમાં તમામને તક મળી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. તે ઉપરાંત 28 PIને લિવ રિઝર્વમાંથી શહેરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી
અમદાવાદ શહેરમાં ચૂંટણીલક્ષી બદલીઓ થઈ અને તેમાં સંખ્યાબંધ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી અમદાવાદ શહેરમાંથી અન્ય જગ્યાએ થઈ ગઈ હતી. જેના કારણે અમદાવાદ શહેરના ઘણા મોટા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જમાં ચાલી રહ્યા હતા અને આ જગ્યાઓ ભરવા માટે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી.આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.માલિકે એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે.આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે જે લોકો વેઇટિંગમાં હતા તે 25 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરને તક આપવામાં આવી છે અને અન્ય પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આ બદલીમાં સામેલ કરવામાં આવ્યા છે.બદલી સાથે આવેલા 34 PIને પોલીસ સ્ટેશનમાં ચાર્જ સોંપાયો છે.

આ 16 પોલીસ સ્ટેશન 1 મહિનાથી ચાર્જમાં ચાલે છે
અમદાવાદ શહેરમાં એક સાથે 62 ઇન્સ્પેક્ટરની બદલી થવાથી પોલીસ બેડામાં મોટો ચર્ચાનો વિષય બન્યો છે. સેકટર-1ના સોલા, ઘાટલોડિયા, નારણપુરા, સરખેજ, વેજલપુર, પાલડી, આનંદનગર, સેટેલાઈટ, ચાંદખેડા અને સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન PI વગર જ ચાલી રહ્યા છે. સેકટર-2ના એરપોર્ટ, કૃષ્ણનગર, સરદારનગર, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી અને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પણ PI જ નથી. શહેરમાં 47 પોલીસ સ્ટેશન છે, જ્યારે 7 ઝોન ડીસીપી અને 14 એસીપીનું પોસ્ટિંગ છે. 14 માંથી એફ ડિવિઝન એસીપી પી.પી. પીરોજીયાની નિમણૂક એનઆઈએમાં થતાં તેમની જગ્યા ખાલી છે. જ્યારે એમ ડિવિઝન એસીપી એસ.ડી.પટેલ 31 જાન્યુઆરીએ નિવૃત્ત થતા તેમની જગ્યા પણ ખાલી છે.

આ પણ વાંચોઃગાંધીનગર : પોલીસ વિભાગમાં ભરતીના નવા નિયમ જાહેર, 12 હજારની ભરતીની જાહેરાત

Back to top button