ટ્રેનમાં ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરીદતા ચેતજો: પાવરબેંક વેચતો ફેરિયો આવી રીતે ઝડપાયો રંગેહાથ
નવી દિલ્હી, ૨૦ જૂન, મુસાફરી લાંબી હોય કે ટૂંકી, લોકો વારંવાર ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળે છે. આજે પણ ટ્રેન ઘણા લોકોની પ્રથમ પસંદગી છે. મુસાફરી દરમિયાન ઘણી વખત, વ્યક્તિ કંઈક જુએ છે અથવા શીખે છે જે જીવનભર યાદ રહે છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ ખુલ્લેઆમ એક મુસાફરને છેતરે છે, પરંતુ બીજી જ ક્ષણે પેસેન્જર પોતાની બુદ્ધિથી તેનો પર્દાફાશ કરે છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેને ‘સ્કેમ 2024’ કહી રહ્યા છે. ટ્રેનમાં એક વ્યક્તિ માટી ભરીને નકલી પાવરબેંક વેચતો હતો મુસાફરે રંગે હાથ તેણે ઝડપી પાડ્યો હતો.
पावर बैंक में निकली मिट्टी, सावधान रहें सतर्क रहें 🥺 pic.twitter.com/PiOsJkizCZ
— Sankott (@Iamsankot) June 18, 2024
વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, જૂઓ અહીં:
લોકો ઘણીવાર ટ્રેનમાં તમામ પ્રકારનો સામાન વેચતા જોવા મળશે. કેટલાક લોકો ચણા, પાણી, સેન્ડવીચ અને ઈયરફોન સહિતની અન્ય વસ્તુઓ વેચતા જોવા મળે છે. પરંતુ આમાંના ઘણા લોકો મુસાફરોને મૂર્ખ બનાવવામાં શરમાતા નથી. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પેસેન્જરોને પાવરબેંક વેચતો જોવા મળે છે. તેમણે તેમની કિંમત રૂ. 500 અને રૂ. 550 દર્શાવી હતી. ત્યારે એક મુસાફર તેની ચોરી પકડી લે છે. તે આટલા મોંઘા ભાવે જે પાવર બેંકો વેચતો હતો તેની અંદર માત્ર માટી ભરેલી હતી. ટ્રેનમાં બનેલી આ ઘટનાનો એક મિનિટનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેને ‘સ્કેમ 2024’ કહી રહ્યા છે.
શું છે સમગ્ર ઘટના ?
સેલ્સમેન ટ્રેનમાં આવે છે અને પેસેન્જરને પૂછે છે કે તેને પાવરબેંક જોઈએ છે કે નહીં. આના પર મુસાફર પૂછે છે કે શું આ વાસ્તવિક છે. તેના પર સેલ્સમેન કહે છે કે હા તે અસલી છે. તે કહે છે કે એક વર્ષની ગેરંટી પણ છે. જોકે આ પાવરબેંકો નકલી હતી. વેચનાર કહ્યું ‘જો તે તૂટી જશે તો હું તેને બદલી આપીશ.’ અને તેની પાસે 500 થી 550 રૂપિયાની રેન્જમાં ઘણી પાવરબેંક છે. તે પછી તે પેસેન્જરને 300 રૂપિયામાં પાવરબેંક આપવા સંમત થાય છે. આ પછી પેસેન્જર પ્રોડક્ટની ગુણવત્તા તપાસવાનું કહે છે. આ પછી પેસેન્જર પાવરબેંક ખોલી તેમાં જોવે છે ત્યારે તેમાં તેને માટી ભરેલી જોવા મળે છે. તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. વેચનાર વ્યક્તિએ વિચાર્યું ન હતું કે પ્રવાસી આવું કરશે. તે તેને મુસાફર પાસેથી છીનવી લેવાનો પ્રયાસ કરે છે. સત્યનો પર્દાફાશ થતો જોઈને તે માફી માંગવાને બદલે પેસેન્જરને ધમકાવવા લાગે છે. વેચનાર પેસેન્જરને કહેતો જોવા મળે છે, ‘તમે વીડિયો કેમ બનાવી રહ્યા છો, વીડિયો બંધ કરો.’ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ‘પાવરબેંકની અંદર માટી મળી. સાવચેત રહો. આ વીડિયોને અત્યાર સુધીમાં 3.29 લાખ વ્યૂઝ મળ્યા છે. જ્યારે 3.3 હજાર લોકોએ તેને પસંદ કર્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
આ પણ વાંચો..અજીબ ચોરી! ફ્રિજ ચોરી કરવા આવ્યા 2 ચોર, ફ્રિજ ઉપાડી ન શક્યા તો દૂધ અને દહીં ચોરી ભાગ્યા