ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગૂગલ પર આ વસ્તુઓ સર્ચ કરતા પહેલા સાવધાન! થઈ શકે છે મોટું નુકસાન

કસ્ટમર કેર નંબર સર્ચ કરવું ભારે પડી શકે

ઘણા લોકો બેંક અથવા કંપનીના કસ્ટમર કેર નંબર શોધવા માટે સીધા ગૂગલ પર સર્ચ કરે છે. પરંતુ સ્કેમર્સ ફેક વેબસાઇટ બનાવી લોકોને ખોટા નંબર આપે છે. એકવાર તમે આવા નંબર પર સંપર્ક કરો પછી તમારી બેંકિંગ માહિતી અથવા વ્યક્તિગત ડેટા ચોરી થઈ શકે છે. તેથી હંમેશા કંપની અથવા બેંકની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ સંપર્ક વિગતો મેળવવી જોઈએ.

ફ્રી અથવા ક્રેક સોફ્ટવેર ડાઉનલોડ કરવાથી વધી શકે જોખમ

કેટલાક લોકો મફતમાં સોફ્ટવેર મેળવવા માટે ગૂગલ પર ક્રેક વર્ઝન શોધે છે. આ દરમિયાન તેઓ ખતરનાક વેબસાઇટ્સ પર પહોંચી જાય છે. આવી ફાઇલો સાથે માલવેર, રેન્સમવેર અથવા સ્પાયવેર પણ ડાઉનલોડ થઈ શકે છે, જેના કારણે મોબાઈલ અથવા કમ્પ્યુટર હેક થવાનો ખતરો વધી જાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગૂગલ પરથી મેડિકલ સલાહ લેવી જોખમી

ઘણા લોકો શરીરમાં કોઈ લક્ષણ દેખાતા જ ગૂગલ પર બીમારી અને તેની સારવાર શોધવા લાગે છે. પરંતુ ગૂગલ પર મળતી દરેક માહિતી સાચી હોય એવું જરૂરી નથી. ખોટી સલાહથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે. કોઈપણ બીમારીમાં ડોક્ટરની સલાહ લેવી વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

રોકાણની સલાહ માટે ગૂગલ પર વિશ્વાસ ન કરો

ઝડપથી પૈસા કમાવાની લાલચમાં ઘણા લોકો ગૂગલ પર રોકાણ સંબંધિત સલાહ શોધે છે. સ્કેમર્સ આવા લોકોને નિશાન બનાવી ફેક વેબસાઇટ અથવા સ્પોન્સર્ડ લિંક દ્વારા છેતરપિંડી કરે છે. એકવાર આવા જાળમાં ફસાઈ ગયા પછી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.

સાયબર નિષ્ણાતોના મતે ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. કોઈપણ મહત્વની માહિતી માટે માત્ર વિશ્વસનીય અને ઓફિશિયલ સ્ત્રોતો પર જ વિશ્વાસ કરવો જોઈએ.

આ પણ વાંચો: VIDEO: હવામાં બે હેલીકોપ્ટર અથડાયા, ફેમસ સિંગર સહિત 6 લોકોના મોત

Back to top button