સોનું ખરીદતા પહેલા સાવધાન! આ સરળ ટ્રિક્સથી ઓળખો અસલી ગોલ્ડ, નહીં તો થશે મોટું નુકસાન

Identify real gold: લગ્ન હોય કે કોઈ ખાસ પ્રસંગ—ભારતમાં સોનાની ખરીદી હંમેશાં ખાસ મહત્વ ધરાવે છે. પરંતુ વધતી કિંમતો વચ્ચે બજારમાં નકલી સોનાના કેસ પણ વધી રહ્યા છે. તેથી સોનું ખરીદતા પહેલાં તેની શુદ્ધતા ચકાસવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. થોડા સરળ ઉપાયો દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે સોનું અસલી છે કે નકલી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કેરેટ પ્રમાણે સોનાની શુદ્ધતા
સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે અને મુખ્યત્વે સિક્કા અને બાર બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. જ્યારે 22 કેરેટ સોનું લગભગ 91.6% શુદ્ધ હોય છે, જે જ્વેલરી માટે વધુ યોગ્ય માનવામાં આવે છે. તેમાં થોડું સિલ્વર, નિકલ અથવા અન્ય ધાતુ મિક્સ કરવામાં આવે છે.
અસલી સોનાની ઓળખ કેવી રીતે કરશો?
1. BIS હોલમાર્ક ચેક કરો
ભારતમાં અસલી સોનાના આભૂષણ પર Bureau of Indian Standards (BIS) હોલમાર્ક હોય છે. તેમાં શુદ્ધતા (કેરેટ), જ્વેલરની ઓળખ અને BIS લોગો હોય છે.
2. ખરીદી વખતે બીલ લો
કેટલાક વેપારીઓ નકલી હોલમાર્કનો ઉપયોગ કરીને ગ્રાહકોને ભ્રમિત કરે છે. તેથી ખરીદી વખતે હંમેશાં વિગતવાર બિલ લો જેમાં વજન, કેરેટ, મેકિંગ ચાર્જ અને ટેક્સનો ઉલ્લેખ હોય.
3. પાણી ટેસ્ટ
સોનાને પાણીમાં નાખો—અસલી સોનું તરત ડુબી જાય છે. જો તે તરતું રહે તો તે નકલી અથવા પ્લેટેડ હોઈ શકે છે.
4. ચુંબક ટેસ્ટ
સોનું ચુંબક તરફ આકર્ષિત થતું નથી. જો જ્વેલરી ચુંબક સાથે ચોંટે તો તેમાં મિશ્રણ હોઈ શકે છે.
5. રંગમાં ફેરફાર તપાસો
અસલી સોનાથી ત્વચાનો રંગ બદલાતો નથી. જો પહેર્યા પછી ત્વચા લીલી કે કાળી થઈ જાય તો સોનું શુદ્ધ નથી.
સાવચેતી રાખવી કેમ જરૂરી?
સોનું એક મોંઘું ઈનવેસ્ટમેન્ટ છે. નકલી સોનું ખરીદવાથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. તેથી હંમેશાં વિશ્વસનીય દુકાનથી જ ખરીદી કરો.
આ પણ વાંચો : હોર્મુઝ ખુલતા જ US માર્કેટમાં જબરદસ્ત રેલી! ભારત માટે સારા સમાચાર












