BCCIએ IPL 2024ના સમયપત્રકમાં કર્યો ફેરફાર, આ 2 મેચોની તારીખો બદલાઈ
- BCCIએ IPL 2024ની બે મેચોના શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે. આ મેચો હવે અગાઉ નિર્ધારિત તારીખો પર નહીં રમાય. BCCIએ આ માટે નવી તારીખોની જાહેરાત કરી છે
HD ન્યૂઝ ડેસ્ક, 2 એપ્રિલ: IPL 2024 જોરદાર ચાલી રહી છે. ચાહકોને દરરોજ રોમાંચક મેચો જોવા મળી રહી છે. BCCIએ IPL 2024 માટે પ્રથમ તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. ત્યારબાદ સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ બીજા તબક્કાનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે BCCIએ IPL 2024ના શેડ્યૂલમાં બે મેચની તારીખોમાં ફેરફાર કર્યો છે. ચાલો તેના વિશે જાણીએ.
આ બે મેચની તારીખો બદલાઈ
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ 17 એપ્રિલ 2024ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવાની હતી, પરંતુ હવે આ મેચ 16 એપ્રિલ 2024ના રોજ રમાશે. આ ઉપરાંત ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ 16 એપ્રિલ 2024ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી, જે હવે 17 એપ્રિલે રમાશે. આ બે મેચની જ તારીખો બદલવામાં આવી છે.
IPLની ફાઈનલ મેચ 26મી મેના રોજ યોજાશે
IPL 2024માં 10 ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે ક્વોલિફાયર મેચો અમદાવાદ અને ચેન્નાઈમાં રમાશે. પ્રથમ ક્વોલિફાયર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે આ મેદાન પર 22મી મેના રોજ એલિમિનેટર મેચ રમાશે. જ્યારે બીજી ક્વોલિફાયર ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 24 મેના રોજ રમાશે. ફાઈનલ મેચ 26મી મેના રોજ ચેન્નાઈના મેદાન પર રમાશે.
આ પણ વાંચો: મુંબઈની હારની હેટ્રિક બાદ હાર્દિક પંડ્યા થયો ભાવુક, સોશિયલ મીડિયા પર લખી આ પોસ્ટ