

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) બુધવારે BBC ઈન્ડિયા સામે FEMA હેઠળ વિદેશી હૂંડિયામણના નિયમોના ઉલ્લંઘન માટે કેસ નોંધ્યો હતો. આ પહેલા ફેબ્રુઆરીમાં આવકવેરા વિભાગે નવી દિલ્હી અને મુંબઈમાં બીબીસીના પરિસરમાં સર્વે હાથ ધર્યો હતો. ED BBC ઈન્ડિયાના એડમિન અને એડિટોરિયલ લોકોની આ મામલે પૂછપરછ પણ કરશે.
આ પણ વાંચો : Atiq Ahmed : અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર, UP STFની મોટી કાર્યવાહી
ED FEMA હેઠળ BBCમાં વિદેશી ભંડોળની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીએ બીબીસીને તેના નાણાકીય નિવેદનો સંબંધિત માહિતી પ્રદાન કરવા કહ્યું છે. અગાઉ, આવકવેરા વિભાગે કરની ગેરરીતિઓ અને નફાખોરીના આરોપો પર દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસનો સર્વે કર્યો હતો. આવકવેરા વિભાગની વહીવટી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ તે સમયે કહ્યું હતું કે મીડિયા જૂથ બીબીસીની વિવિધ સંસ્થાઓ દ્વારા દર્શાવવામાં આવેલી આવક અને નફાના આંકડા ભારતમાં તેમની કામગીરી અને તેના એકમોને અનુરૂપ નથી. વિદેશમાં કેટલાક પૈસા મોકલ્યા હતા. રકમ પર ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી.