અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓના પ્રવેશની ઝડપી પ્રક્રિયા માટે બારકોડ સિસ્ટમ કાર્યરત
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે પ્રવાસીઓના સુરક્ષા ચકાસણી સહિતની પ્રવેશ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેની સવલતમાં ઉમેરો કરીને ડોમેસ્ટિક એરપોર્ટના પ્રવેશ દ્વાર ઉપર બે બારકોડ રીડર્સ સ્થાપીને કાર્યરત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સેનાએ અગ્નિવીર ભરતી પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર કર્યો, જાણો હવે આર્મીમાં નોકરી કેવી રીતે મેળવવી?
જેનો ઉપયોગ પ્રવાસીઓની વિગતોની ઝડપી ચકાસણી માટે કરવામાં આવશે. આ પ્રવેશદ્વારો ઉપર તહેનાત સીઆઇએસએફના જવાનો મેન્યુઅલ ચેકના બદલે પ્રવાસીઓની ટીકીટ અથવા બોર્ડીંગ પાસ ઉપરના બાબરકોડનું સ્કેનિંગ કરશે. આવી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય ટર્મિનલ સહિતના તમામ પ્રવેશ દ્વારો ઉપર ટુંક સમયમાં સ્થાપવાનો એરપોર્ટ ઓપરેટરનો ઇરાદો છે.
આ પણ વાંચો : આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સુરતના B-CAG ગ્રુપના કેન્સર સર્વાઈવરોએ રેમ્પ વોક કર્યું
બારકોડ સ્કેનર ટેકનોલોજીની સ્થાપનાથી ફક્ત સુરક્ષા વ્યવસ્થામાં જ સુધારો નહી પરંતુ પ્રવાસીઓના એરપોર્ટમાં પ્રવેશની મુશ્કેલીઓનું પણ નિવારણ કરી પ્રવેશની ગતિવિધીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરશે.