ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ત્રણ રાજ્યોમાં ભાજપ ના વિજયથી ડીસામાં ઉત્સવનું વાતાવરણ, ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો

Text To Speech

પાલનપુર : ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. વલણો અનુસાર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને બહુમતી મળી છે.

મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણની સરકાર જબરદસ્ત પરિણામો સાથે એમપીમાં સત્તામાં પરત ફરી હોય છે. આ પરિણામોથી ભાજપ ઉત્સાહિત છે. દેશના દરેક રાજ્યોમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં ગુજરાતમાં પણ ભાજપના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે.

ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ભાજપના કાર્યકરો વિજયની ઉજવણી કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, અને ફટાકડા ફોડીને નાચતા-ગાતા જોવા મળ્યા હતા.

જેમાં ભાજપના રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશ અનાવડિયા, ડીસાના ભાજપના ધારાસભ્ય પ્રવિણભાઈ માળી અને ખેડૂત આગેવાન ગોવાભાઈ દેસાઈ , ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઇ દેલવાડીયા,મહામંત્રી કનુભાઈ વ્યાસ,સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.સાથે કાર્યકરો એ વિજયની ઉજવણી કરી હતી. અને તેમની પ્રતિક્રિયામાં તેમણે કહ્યું હતું કે “આ જીત પીએમ મોદી દ્વારા તેમના નેતૃત્વ પ્રત્યે દેશની જનતાને આપેલી ગેરંટી છે.”

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ રાજ્યમાં ભાજપની જીત બદલ નાગરિકોનો આભાર માન્યો

Back to top button