બનાસકાંઠા: મેવાતમાં યાત્રા પર હુમલાના વિરોધમાં ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ દર્શાવ્યો
પાલનપુર: હરિયાણાના મેવાતમાં હિન્દુઓની યાત્રા પર જેહાદી તત્વોએ હુમલો કરતા દેશભરના હિન્દુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ડીસામાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણાં યોજી જેહાદી તત્વોનું પૂતળું બનાવી પગ તળે કચડી વિરોધ કરવામાં આવ્યો હતો.
હરિયાણાના મેવાતમાં હિન્દુઓની ધાર્મિક યાત્રા પર થયેલા હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હિન્દુ યાત્રા પર જેહાદી માનસિકતા ધરાવતા તત્વોએ હુમલો કરી અનેક વાહનોને આગચંપી કરી મોટું નુકસાન પહોંચાડ્યું છે. તેમજ હરિયાણાના કોમી હિંસાના પ્રત્યાઘાતો દેશના અલગ અલગ ભાગોમાં પડી રહ્યા છે. ત્યારે આજે સાંજે ડીસામાં આ ઘટનાને વખોડવા બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરદાર બાગ આગળ ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવકોએ આતંકવાદ વિરોધી નારા લગાવી જેહાદી તત્વોને પકડી કાર્યવાહી કરવાની માગ કરી હતી અને આતંકવાદનું પૂતળુ બનાવી વિરોધ દર્શાવ્યો હતો.
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા પ્રવીણ પંચાલે જણાવ્યું હતું કે, હરિયાણામાં હિન્દુ ધર્મની જળાભિષેક યાત્રા પર આતંકવાદી માનસિકતા ધરાવનાર તત્વોએ તીક્ષ્ણ હથિયાર અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આવી માનસિક્તા ધરાવનાર અને ષડયંત્ર રચનાર તમામ લોકોને ઝડપી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર હિન્દુ સમાજની માગ છે.
આ પણ વાંચો :