બનાસકાંઠા : પાવાગઢમાં જૈન તીર્થંકર ભગવાનની મૂર્તિઓ ઉખેડાતા જૈન સમાજમાં નારાજગી
બનાસકાંઠા 17 જૂન 2024 : પાવાગઢમાં આદરણીય તીર્થંકર પરમાત્મા શ્વેતાંબર જૈન મૂર્તિઓ ઉખાડી કચરામાં ફેંકી દેવાતા આ મૂર્તિઓના પુનઃસ્થાપન અને સંરક્ષણ અંગે અને ગુનો કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ડીસા જૈન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાવગઢમાં માતાજીના મંદિરમાં બનેલી ગંભીર અને અત્યંત ચિંતાજનક ઘટના અંગે શ્રી સકલ જૈન સંઘ ડીસા દ્વારા ખૂબ જ દુઃખની લાગણી અનુભવાઇ છે.
સમગ્ર જૈન સમાજની આસ્થાની પવિત્ર શ્વેતામ્બર જૈન મૂર્તિઓ, ખાસ કરીને પૂજનીય તીર્થંકરની, જે જૈનોના ધાર્મિક વારસાના આદરણીય કેન્દ્રસ્થાને છે, મંદિરના પગથિયાં પાસેના તેમના યોગ્ય સ્થાન પરથી અચાનક દૂર કરવામાં આવી છે. ભગવાન તીર્થંકરની આ પૂજનીય મૂર્તિઓ દૂર કરી કચરાના ઢગલાઓ વચ્ચે મૂકવામાં આવી છે. આ મૂર્તિઓ સદીઓ પહેલા પવિત્ર કરવામાં આવી હતી.
જેથી ડીસા સકલ જૈન સંઘ દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી આ ઘટનાઓ અંગે વહીવટીતંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા નમ્રતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક વિનંતી કરાઈ હતી. તેમજ પરમ આદરણીય આદરણીય તીર્થંકરની મૂર્તિઓને તેમના યોગ્ય અને આદરણીય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરી જવાબદારો સુરેન્દ્રભાઈ પટેલ અશોક પંડ્યા અને મેનેજર વિક્રમ નામના શખ્સઓ સામે પગલાં લેવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસાના આખોલ પાસે અજાણ્યા વાહનની ટકકરે યુવકનું મોત