ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના આખોલ પાસે અજાણ્યા વાહનની ટકકરે યુવકનું મોત

Text To Speech

બનાસકાંઠા 16 જૂન 2024 : ડીસાના આખોલ ગામે રસ્તો ઓળંગતા અજાણ્યા વાહનની ટક્કરે મહાદેવીયા ગામના યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતની વિગત એવી છે કે ડીસા તાલુકાના મહાદેવીયા ગામે રહેતા ચંદુજી ચમનજી ઠાકોર બપોરના સુમારે તેઓના ઘરે હતા ત્યારે ગામના એક વ્યક્તિનો ફોન આવેલ કે, તમારા ભાઈ સુખાજીને આખોલ ચાર રસ્તા પાસે અજાણ્યા વાહને ટક્કર મારી છે. જેથી તેઓ ગંભીર હાલતમાં હોઇ તેમને 108 વાનમાં ડીસા સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે. જેથી ચંદુજી તેમજ તેઓના ભાઈ અને ભત્રીજાઓ ડીસા સિવિલ પહોંચતા સુખાજીને ગંભીર હાલત હોવાથી તેઓને પાલનપુર સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમનો મૃત જાહેર કર્યા હતા. સુખાજી ચમનજી ઠાકોર આખોલ પાણીના ટાંકા પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓની લાશનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે ચંદુજી ઠાકોરની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાતઃ દહેજ અને સાયખા GIDCમાં કરોડોના ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ

Back to top button