બનાસકાંઠા: ડીસાના ઇન્દિરા નગરમાં સલાટ કોમના બે જૂથ આમને – સામને આવી ગયા


પંકજ સોનેજી: પાલનપુર: ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગર- ધુળીયાકોટ વિસ્તારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. જેમાં બંને તરફ થી સામસામે પથ્થર મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સામસામે પથ્થરમારો કરતા વિસ્તારમાં ભયનો માહોલ
ડીસાના ત્રણ હનુમાન મંદિરથી આગળ જતા ધૂળિયા કોટ નજીક ઇન્દિરા નગર વિસ્તાર આવેલો છે. જ્યાં રહેતા સલાટ કોમના બે જૂથો વચ્ચે કોઈ કારણસર મામલો બીચક્યો હતો. અને જોત જોતામાં બંને જૂથો માંથી યુવાનો અને ને નાના બાળકો આમને – સામને આવી ગયા હતા. અને સામસામે જોરદાર પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. કેટલાકના હાથમાં લાકડીઓ પણ જોવા મળી હતી. પથ્થરમારાની આ ઘટના દરમિયાન ભારે દેકારો મચી ગયો હતો. અને મહિલાઓ પણ બૂમાબૂમ કરતી વીડિયોમાં જોવા મળી રહી છે. જોકે આ પથ્થરમારાની ઘટના સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થઈ રહી છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસાના જૂન માસમાં નિવૃત્ત થયેલા કર્મી.ઓની એક પેન્શન ઇજફો મેળવવા મળી બેઠક