બનાસકાંઠા : ડીસામાં ભાજપ દ્વારા કટોકટી કાળ નો કાળો દિવસ મનાવાયો
બનાસકાંઠા 25 જૂન 2024 : ભારતના તત્કાલીન વડાપ્રધાન સ્વ ઇન્દિરા ગાંધી દ્વારા 50 વર્ષ અગાઉ લગાવવામાં આવેલી કટોકટી દિવસને કાળા દિવસ તરીકે મનાવવા ભાજપ દ્વારા ડીસા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તા. 25 જૂન 1975ના રોજ કોંગ્રેસે દેશમાં કટોકટી લાદી લોકશાહીનો નાશ કરવાનું કામ કરાયું હતું.જેમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન, દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશિપ લાદવા જેવા વિવિધ અત્યાચારો થયા હતા.
જેથી 25 જૂનને દેશમાં કાળા દિવસ તરીકે ભાજપ દ્વારા ઓળખવામાં આવે છે. જેના સંદર્ભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિર્દેશન મુજબ બનાસકાંઠા – ભાજપ દ્વારા ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે કાળો દિવસ મનાવવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણભાઈ વોરા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ ઉપસ્થિત રહી કટોકટી કાળમાં ડીસાવાસી ઉપર ગુજારાયેલા સીતમને યાદ કર્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા માં મટન સોપ બંધ કરાવવા ગયેલી ટીમ પરત ફરી