ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા માં મટન સોપ બંધ કરાવવા ગયેલી ટીમ પરત ફરી

Text To Speech
  • બપોરે ના સમયે દુકાનો બંધ હોવાથી પાલિકા ની ટીમ પરત ફરી

બનાસકાંઠા 25 જૂન 2024 : હાઇકોર્ટ ના આદેશ બાદ મંજૂરી વગર ની મટન શોપ ને સીલ કરવા ડીસા નગરપાલિકા ની ટીમ પહોંચી હતી જોકે બપોરે ના સમયે દુકાનો બંધ હોવાથી પાલિકા ની ટીમ સીલ કર્યા વગર પરત ફરી હતી. હાઇકોર્ટ ના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ દ્વારા ગેરકાયદેસર મટન શોપ ને સીલ કરી કાર્યવાહી ના આદેશ બાદ ડીસા નગરપાલિકા ના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ ના આદેશ થી સેનિટેશન ઈંસ્પેક્ટર ભાવેશ પ્રજાપતિ, બાંધકામ અધિકારી મનોજ પટેલ, દેવેન્દ્ર માળી સહિત દક્ષિણ પોલીસ નો કાફલો ડીસા ના ગવાડી વિસ્તાર માં ગેરકાયદેસર ચાલતી મટન શોપ સીલ કરવા પહોંચ્યા હતા. જોકે આ ટીમ બપોર ના સમયે પહોંચતા મોટાભાગ ની મટન શોપ બંધ હતી. જેથી સીલ કર્યા વગર પાલિકા ની ટીમ અને પોલીસ પરત ફરી હતી. આ બાબતે સેનિટેશન ઇન્સ્પેક્ટર ભાવેશ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે, ચીફ ઓફિસર ના આદેશ બાદ મટન શોપ સીલ કરવા આવેલ પરંતુ મોટાભાગ ની દુકાનો બંધ હોવાથી હવે નોટિસ આપી ને આગળ ની કાર્યવાહી કરીશું.. જોકે ડીસા નગરપાલિકા ની ટીમ બપોર ના સમયે નીકળતા અને અગાઉથી જ મટન શોપ ના માલિકો ને જાણ થઈ જતા દુકાનો બંધ કરી દેવાઈ હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા કાંટ ના ખેડૂતે પાકોમાં પ્રયોગાત્મક પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂ.1,96,850 ની કમાણી કરી

Back to top button