ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : સરદારકૃષિનગર ખાતે SDAU રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટર દ્વારા યોજાઈ “સ્ટાર્ટઅપ-એફપીઓ મીટ”

Text To Speech

પાલનપુર 15 એપ્રિલ 2024 :  સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે નાબાર્ડ પુરસ્કૃત SDAU રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટર (SDAU RBIC) દ્વારા “સ્ટાર્ટઅપ-એફપીઓ મીટ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ.ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટાર્ટઅપ્સને એફપીઓ સાથે જોડવા અને તેઓની ઇનોવેટિવ પ્રોડક્ટસને એફપીઓ દ્વારા પ્રમોટ કરવા તથા માર્કેટિંગ કરી શકાય અને એફપીઓને પણ સારો બિઝનેસ મળી રહે તે ઉદેશ્ય સાથે આ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટાર્ટઅપ મીટમાં અંદાજિત 30 થી વધુ એફપીઓ અને 11 જેટલા સ્ટાર્ટઅપ્સ અને 100 થી વધુ લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહાનુભાવોએ ભવિષ્યમાં પણ આ ઇન્કયૂબેશન સેન્ટર આવા સુંદર કાર્યક્રમોનું આયોજન કરે તે માટે શુભેછાઓ પાઠવી હતી.

આ પણ વાંચો : કંપનીઓ તરફથી સતત આવતા ફોનના ત્રાસથી ટૂંક સમયમાં રાહત મળી શકે છે

Back to top button