ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં UGVCL દ્વારા હાથ ધરવામાં આવી પ્રી મોન્સૂન કામગીરી

Text To Speech
  • વહેલી સવારથી જીઇબી ની ટીમો કામે લાગી : 11:00 વાગે વીજ પુરવઠો પૂર્વવત

પાલનપુર 25 મે 2024 : ડીસામાં UGVCL દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખી કોઈ વીજ ફોલ્ટ ના સર્જાય તે હેતુથી પ્રિ મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપની દ્વારા વહેલી સવારથી કામગીરી શરૂ કરી 11:00 વાગ્યા સુધીતો સમગ્ર શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો. ઉત્તર ગુજરાત વીજ કંપની લી. ડીસા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે વીજ લાઈનો, ઈલેક્ટ્રીક ડીપીઓ તેમજ વીજ પોલ પર થતા ફોલ્ટ નિવારવા અગાઉથી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપની દ્વારા સમગ્ર ડીસા શહેરમાં શનિવારે સવારે છ થી 11 વાગ્યા સુધી વીજકાપ રહેશે તેવી અગાઉથી જાહેરાત કરી હતી. કાળજાળ ગરમીને લઈ વીજ કંપનીના અધિકારીઓ,કર્મચારીઓ એ પણ સવારે વહેલી સવારે કામગીરી શરૂ કરી 11 વાગ્યા સુધીમાં સમગ્ર શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ડીસાના દસથી વધુ ફીડરોમાં એક સાથે 30 થી વધુ ટીમો કામે લાગી હતી જેના કારણે પ્રિમોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ થઈ હતી.

આ પણ વાંચો :  શ્રમિકોને ગરમીથી બચાવવા ગુજરાત સરકારે લીધો નિર્ણય: ગુજરાતમાં બપોરે ૧ થી ૪ શ્રમિકોને કામમાંથી મુક્તિ

Back to top button