બનાસકાંઠા: પાલનપુર બાલાજી સિટીમાં ગોગા મહારાજનો ઉજવાયો પાટોત્સવ
પંકજ સોનેજી: પાલનપુર: આબુ હાઇવે પર બાલાજી સિટીમાં આવેલ ગોગા મહારાજના મંદિરે ગુરુવારે મંદિરનો પાટોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
સવારે કળશ યાત્રા બાદ હવન યોજાયો
પાલનપુર-આબુ હાઇવે સ્થિત આવેલ ન્યુ પાલનપુર વિસ્તારની બાલાજી સિટીમાં આવેલ ગોગા મહારાજના મંદિરે ગુરુવારે ગોગા મહારાજ નો પાટોત્સવ યોજાયો હતો. જેમાં સવારે નાની બાળાઓની કળશયાત્રા યોજાઈ હતી. જેમાં નાસિક ઢોલના તાલે ભાવિકો ભક્તો જૂમી ઉઠ્યા હતા.
પાલનપુર: ગોગા મહારાજના મંદિરે પાટોત્સવ યોજાયો#palanpur #mandir #temple #banaskantha #gujaratupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/x02pAn3qhk
— Hum Dekhenge News (@humdekhengenews) June 22, 2023
મોટી સંખ્યામાં રહીશો જોડાયા
આ કળશ યાત્રા ગોગા મહારાજના મંદિરે થી નીકળી બાલાજી સિટીના માર્ગો ઉપર પરિભ્રમણ કરી પરત ગોગા મહારાજના મંદિરે ફરી હતી. ત્યારબાદ ગોગા મહારાજના મંદિરે પાટોત્સવ નિમિત્તે હવન યોજાયો હતો. જેમાં યજમાનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી તેમજ દાતાઓના સહયોગથી બપોર તેમજ સાંજે હવનની પૂર્ણાહુતિ બાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેથી સોસાયટીના રહીશોએ ભેગા મળી ભોજન પ્રસાદ લીધો હતો. જેમાં સોસાયટીના પ્રમુખ,મંત્રી સહિતની ટીમ દ્વારા પાટોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો :‘મણિપુર સળગી રહ્યું છે અને PM Modi કરી રહ્યા છે વૈશ્વિક દર્શન’: દિગ્વિજય સિંહ