મહીસાગરઃ લુણાવાડા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર હુમલાથી ચકચાર


મહીસાગરઃ 22 જાન્યુઆરી: લુણાવાડા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર હુમલો થયો હતો. અંગત અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. લુણાવાડા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત રાણાને કાન-માથાના ભાગે ઇજા પહોંચતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાના પગલે લુણાવાડામાં ભારે તંગદિલી સર્જાઈ હતી. પોલીસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. લુણાવાડા પોલીસે ફરિયાદ નોંધીને હુમલા મુદ્દે વધુ તપાસ હાથ ધરી હતી.
ક્યાં બની ઘટના
મહીસાગર જિલ્લામાં કોટેજ ચોકડી પાસે કેટલાક ઈસમો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેને કાન અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને વધુ સારવાર અર્થે જનરલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લુણાવાડા ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર હુમલો થયાના સમાચાર મળતાં જ હૉસ્પિટલમાં સ્થાનિક નેતાઓ, કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.
હુમલાને લઈ લુણાવાડા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગાળની કાર્યવાહી કરી હતી. પ્રશાંત રાણા પર હુમલો કેમ કરવામાં આવ્યો અને કયા કારણો જવાબદાર છે તેની પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને લઈ તંગદિલી વ્યાપી ગઈ હતી.
આ પણ વાંચો…બનાસકાંઠા વિભાજનનો ઉગ્ર વિરોધ, ધાનેરા સજ્જડ બંધ રહ્યું