ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: હવે અંબાજીમાં ગમે ત્યાં વાહન પાર્ક કરતા સાચવજો, જાણો, ક્યાં ”નો પાર્કિંગ ઝોન” જાહેર કરાયો

Text To Speech

ટ્રાફીક નિયમન હેતુસર કલેકટરે બહાર પાડ્યું જાહેરનામુ

પાલનપુર:અંબાજી શહેર ધાર્મિક સ્થળ હોઈ માં અંબાજી ના દર્શનાર્થે દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા રહેતી હોઈ અંબાજી શહેરના ટ્રાફીક નિયમન હેતુસર અંબાજી મંદિરના શક્તિદ્વાર સામેના ખોડી વડલી સર્કલથી જુના નાકા સુધીના રોડને ”નો પાર્કિંગ ઝોન” જાહેર કરતું જાહેરનામુ જિલ્લા મેજીસ્ટ્રેટ વરુણ કુમાર બરનવાલ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જેથી હવે ગમે ત્યાં વાહન પાર્ક નહિ કરી શકાય.

અહિયાં ‘નો પાર્કિંગ’
51- શક્તિપીઠ સર્કલ થી ગબ્બર સર્કલ (શકિત ચોક) સુધી, 51- શક્તિપીઠ સર્કલ થી કૈલાસ ટેકરી સુધી, 51- શકિતપીઠ સર્કલ થી અંબાજી હેરીટેજ હોટલ સુધી, 51 – શકિતપીઠ સર્કલ થી ગ્રામ પંચાયત ખોડીયાર ચોક માન સરોવર સુધી, મંદિરની પાછળ આવેલ માનસરોવર રોડ, ગબ્બર તળેટી સર્કલથી ચુંદડીવાળા માતાજી સ્થાનકના ગેટ સુધીના રોડને ”નો પાર્કિંગ ઝોન’‘ જાહે૨ ક૨વામાં આવે છે.

વાહન અહિયાં પાર્ક કરી શકશો

પાર્કિંગ માટે અંબાજી મંદિર હસ્તકના પાર્કિંગ સ્થળ શક્તિદ્વારની સામેનું પાર્કિંગ, અંબાજી ભોજનાલયની બાજુનુ પાર્કિંગ, અને ગબ્બર પાર્કિંગ નંબર–1 અને 2 ખાતે વ્યવસ્થા કરેલ છે. ટ્રાફીક નિયમન માટે વધારાની સુવિધા તરીકે પાલનપુર તથા દાંતા તરફથી આવતા વાહનોની અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકની આર્ટસ અને કોમર્સ કોલેજની આગળની ખુલ્લી જગ્યામાં વાહનો પાર્ક કરવા તેમજ હિંમતનગર તથા ખેડબ્રહ્મા તરફથી આવતા વાહનોને કૈલાસ ટેકરી હસ્તકની તથા તેની આજુબાજુની ખુલ્લી જગ્યામાં વાહન પાર્ક કરવા ફરમાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :યોગ દિવસ પર કોંગ્રેસે નહેરુને યાદ કર્યા તો શશિ થરુરે મોદીના વખાણ કરતા કહ્યું યોગને આગળ લાવવામાં તેમનો સહયોગ

Back to top button