ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : “અંગદાન એ જીવનદાન” સૂત્ર સાથે 700 થી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો

Text To Speech
  • ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં અંગદાન જાગૃતિ અંગે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

બનાસકાંઠા 29 મે 2024 :અંગદાન અભિયાનને વેગ આપવા અને લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે હેતુથી ડીસા શહેરમાં અંગદાન અભિયાનના પ્રેરણાદાતા દિલીપભાઈ દેશમુખ (દાદા)ની ઉપસ્થિતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ડીસા સ્પોર્ટસ ક્લબ ખાતે નિમ્સ હોસ્પિટલ દ્વારા “નિમ્સ ક્રિકેટ કપ” નું આયોજન કરાયું છે.જેનું ઉદ્ઘાટન અંગદાન અભિયાનના પ્રેરણા દાતા દિલીપભાઈ દેશમુખ, રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઇ દેસાઈ, ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજય બ્રહ્મભટ્ટ,શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડીયા, ડીસા સપોર્ટ ક્લબના પ્રમુખ અશોકભાઈ જોશી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન નું મહત્વ સમજાવ્યું તથા ઉપસ્થિત મહેમાનો ,ખેલાડીયો તથા ક્રિકેટ પ્રેમીઓ જોડે અંગદાન નો સંકલ્પ લેવડાવ્યો હતો. જેમાં 700 થી વધુ લોકોએ અંગદાન જાગૃતિ નો સંકલ્પ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ડીસા તાલુકા ના ૬૪ ગામડા ના ૧૮૦ ખેલાડીઓએ જુદી જુદી ૧૨ ટીમમાં ભાગ લીધો છે. જ્યારે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 03 જૂનના રોજ ડીસા સ્પોર્ટસ ક્લબમાં રમાશે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં જુગાર રમતા નવ ઇસમો ઝડપાયા

Back to top button