બનાસકાંઠા : લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી નિરીક્ષકો સાથે નોડલ ઓફિસરોની મિટિંગ યોજાઈ
- જીલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને ચૂંટણી સંબંધિત આયોજનનું જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પ્રેઝન્ટેશન કરાયું
- ટીમ બનાસકાંઠાની ચૂંટણીલક્ષી તૈયારીઓ અને આયોજન અંગે ઓબ્ઝર્વરઓ એ સંતોષ વ્યક્ત કર્યો
પાલનપુર 21 એપ્રિલ 2024 : બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. ૭ મે ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરઓને જિલ્લાની સમગ્ર ચૂંટણી લક્ષી કામગીરી, વ્યવસ્થાઓ અને આયોજન અંગેની માહિતી આપવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીઅને કલેકટર વરુણકુમાર બરનવાલ દ્વારા કલેકટર કચેરીના હોલ ખાતે ઓબ્ઝર્વરઓની બેઠક યોજાઈ હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા લોકસભા સામાન્ય ચુંટણી અન્વયે લોકસભા મતદાર વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે જફર મલિક, પોલીસ ઓબ્ઝર્વર તરીકે રાકેશકુમાર સિન્હા, વાવ, થરાદ, અને ધાનેરા વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અમીત કુમાર સિંગ, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર રમેશકુમાર દ્વિવેદીની નિયુક્તિ કરાઈ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે તમામ ઓબ્ઝર્વરઓને જિલ્લાની રાજકીય ભૌગોલિક પરિસ્થિતિ સહિત સમગ્ર ચૂંટણીલક્ષી પ્રક્રિયા અને વ્યવસ્થાઓ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ ચૂંટણી દરમિયાન જિલ્લામાં શાંતિ, સલામતી સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સુરક્ષા સંબંધિત માહિતી આપી ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ સમિતિઓ અને વિભાગોએ કરવાની કામગીરી અને આયોજન બાબતે ઓબ્ઝર્વરઓને અવગત કર્યા હતા.
જનરલ ઓબ્ઝર્વર જફર મલિક, પોલીસ ઓબ્ઝર્વર રાકેશકુમાર સિન્હા, તેમજ ખર્ચ ઓબ્ઝર્વર અમીત કુમાર સિંગ અને રમેશકુમાર દ્વિવેદીએ તમામ નોડલ અધિકારીઓ પાસેથી કામગીરી અંગે માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ ટીમ બનાસકાંઠાની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કરી લોકસભા સામાન્ય ચુંટણી 2024 શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે નિવાસી અધિક કલેકટર સી. પી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ. કે. ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. આઈ. શેખ તથા વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : મોંમાં મરચું ભરીને છોકરીને ધમકાવનાર આરોપીના ઘર ઉપર ફર્યું બુલડોઝર